સમગ્ર દાહોદ જિલ્લામાં સ્વૈચ્છિક લોકડાઉનમાં સ્વયંભૂ જોડવા એસપીશ્રી હિતેશ જોયસરની અપીલ

દાહોદ જિલ્લા પોલીસ અધીક્ષક શ્રી હિતેશ જોયસરે દાહોદ નગર સહિત સમગ્ર દાહોદ જિલ્લામાં વેપારીઓ દ્વારા જાહેર કરવામાં આવેલા આગામી ત્રણ દિવસના લોકડાઉનના નિર્ણયમાં પોલીસ તંત્ર દ્વારા સંપૂર્ણ સહયોગ આપવાની ખાતરી આપતા જણાવ્યું છે કે આ ત્રણ દિવસો દરમિયાન લોક બિનજરૂરી રીતે ઘરની બહાર ના નીકળે તે હિતાવહ છે.
શ્રી જોયસરે એક વિડીઓ સંદેશમાં એમ જણાવ્યું કે, દાહોદમાં કોરોના વાયરસને રોકવા માટે સમગ્ર તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે. તેમાં નાગરિકોએ અત્યાર સુધી જે સહયોગ આપ્યો તે બદલ સૌનો આભાર માનું છું.
દાહોદમાં વધતા જતા કોરોના વાયરસના કેસોને ધ્યાને રાખીને સમગ્ર જિલ્લામાં સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય લેવામાં આવ્યો છે, તે આવકારદાયક કદમ અને અને તેમાં સૌ કોઇ સ્વયંભૂ રીતે જોડાઇ તેવી હું અપીલ કરૂ છું.
દાહોદમાં આવશ્યક સેવા અને જીવનજરૂરી ચીજવસ્તુઓનો પુરવઠો આ ત્રણ દિવસ જળવાઇ રહે એવી વ્યવસ્થા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વ્યવસ્થા ગોઠવાઇ છે. એટલે કોઇએ નાહકની ચિંતા કરવાની જરૂર નથી. દાહોદ જિલ્લામાં વર્તમાન સમયે અત્યારે લગ્નસરા ચાલી રહી છે. તેમાં પણ નાગરિકો કોવિડની ગાઇડ લાઇનનું પાલન કરે, સરકાર દ્વારા નિયત કરાયેલી સંખ્યામાં જ લગ્ન પ્રસંગમાં આમંત્રિતો હાજર રહે તે જરૂરી છે.
દાહોદ જિલ્લામાં કોરોનાની મહામારી રોકવા માટે સ્વૈચ્છિક રીતે લેવાતા પગલાં આપણે સૌ કોઇ સહયોગ આપીએ, સામાજિક અંતરના નિયમોનું પાલન કરીએ, માસ્ક પહેરીએ તે જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: