દાહોદ જિલ્લામાં વધુ ૧૧૫ કોરોના પોઝીટીવ કેસો સામે આવ્યાં : વધુ ૦૭ના મોત

દાહોદ તા.૨૬
દાહોદ જિલ્લામાં આજે વધુ ૧૧૫ કોરોના પોઝીટીવ કેસો નોંધાયાં છે. આ ૧૧૫ પૈકી દાહોદ અર્બન વિસ્તારમાંથી ૨૫ કેસો સૌથી વધુ સમાવેશ થયો છે. દાહોદ ગ્રામ્ય વિસ્તાર સાથે સાથે હવે કોરોનાથે ફરીવાર શહેરી વિસ્તારોમાં માથુ ઉચક્યું છે. દાહોદ શહેરી વિસ્તારમાં છેલ્લા એક – બે દિવસથી કોરોનાના કેસોમાં વધારો જાેવા મળી રહ્યો છે જે ચિંતાનો વિષય સમાન છે. આજે કોરોનાથી વધુ ૦૭ લોકોએ જીવ ગુમાવ્યાં છે પરંતુ દાહોદના સ્મશાન ગૃહમાં રોજેરોજ આના કરતાં પણ વધારો મૃતદેહોની કોરોના ગાઈડ લાઈન પ્રમાણે અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યાં છે.

આર.ટી.પી.સી.આર.ના ૧૨૨૨ પૈકી ૬૬ અને રેપીટ ટેસ્ટના ૧૭૮૨ પૈકી ૪૯ મળી આજે કુલ ૧૧૫ કોરોના પોઝીટીવ કેસો નોંધાયાં છે. આ ૧૧૫ પૈકી દાહોદ અર્બનમાંથી ૨૫, દાહોદ ગ્રામ્યમાંથી ૧૩, ઝાલોદ અર્બનમાંથી ૦૭, ઝાલોદ ગ્રામ્યમાંથી ૧૪, દેવગઢ બારીઆ અર્બનમાંથી ૦૩, દેવગઢ બારીઆ ગ્રામ્યમાંથી ૧૫, લીમખેડામાંથી ૦૮, સીંગવડમાંથી ૦૨, ગરબાડામાંથી ૧૪, ધાનપુરમાંથી ૦૨, ફતેપુરામાંથી ૦૭ અને સંજેલીમાંથી ૦૫ કેસ નોંધાયાં છે. આજે વધુ ૦૭ કોરોના દર્દીઓએ પોતાનો જીવ ગુમાવતાં કુલ મૃત્યુઆંક ૨૦૯ને પાર કરી ગયો છે. વધતાં કેસોની સામે એક્ટીવ કેસોની સંખ્યામાં પણ વધારો થતો જાેવા મળી રહ્યો છે. દાહોદની સરકારી હોસ્પિટલોથી લઈ ખાનગી હોસ્પિટલોમાં કોરોના દર્દીઓનો રાફડો ફાટી રહ્યો છે. દાહોદ જિલ્લામાં એક્ટીવ કેસોની સંખ્યા વધીને ૭૬૯ ને પાર કરી ચુકી છે. દાહોદ જિલ્લામાં કોરોનાના કુલ કેસો વધીને કુલ ૪૬૮૦ને પાર કરી ચુંકી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!