દાહોદ જિલ્લા સહિત જિલ્લા બહાર આતંક મચાવનાર અને લુંટ,આમર્સ એક્ટ તેમજ ઘરફોડ ચોરીના કુલ ૧૮ તેમજ અપહરણ,બળાત્કારના કુલ ૬ એમ કુલ ૨૪ ગુન્હાઓનો વોન્ટેડ નાસતો ફરતો એક આરોપીને
દાહોદ તા.૧૬
દાહોદ જિલ્લા સહિત જિલ્લા બહાર આતંક મચાવનાર અને લુંટ,આમર્સ એક્ટ તેમજ ઘરફોડ ચોરીના કુલ ૧૮ તેમજ અપહરણ,બળાત્કારના કુલ ૬ એમ કુલ ૨૪ ગુન્હાઓનો વોન્ટેડ નાસતો ફરતો એક આરોપીને દાહોદ પોલીસે ઝડપી પાડી જેલ ભેગો કર્યાનું જાણવા મળે છે.
છેલ્લા ૮ વર્ષથી જિલ્લાન તેમજ જિલ્લા બહાર લુંટ,આમર્સ એક્ટ,ઘરફોડ ચોરી,તેમજ અપહરણ અને બળાત્કારના ગુન્હાઓ મળી કુલ ૨૪ ગુન્હાનો વોન્ટે નાસતો ફરતો આરોપી મનસુખ રતનાભાઈ ભાભોર(રહે.ખજુરીયા,તા.ગરબાડા,જિ.દાહોદ)નાને પોલીસને મળેલ બાતમીના આધારે પંચમહાલ જિલ્લાના ગોધરા નજીક આવેલ પરવડી ગામે છુપાઈને મજુરી કામ કરતો હોવાની બાતમીના આધારે પોલીસે વેશ પલટો કરી પરવડી ગામેથી ઝડપી પાડ્યો હતો અને ઝડપી પાડી દાહોદ ખાતે લાવી પોલીસે તેની સઘન પુછપરછ કરતા અનેક ગુન્હાઓ આ આરોપીએ કબુલ કર્યા હતા જેમાં દાહોદ શહેર,છોટાઉદેપુર,વડોદરા જેવા જિલ્લાઓમાં આ આરોપીએ લુંટ,આમર્સ એક્ટ,અપહરણ,બળાત્કારને અંજામ આપ્યો હોવાની કબુલાત કરતા પોલીસે આરોપી મનસુખભાઈ રતનાભાઈ ભાભોરને જેલના સળીયા પાછળ ધકેલી કાર્યવાહી હાથ ધરી છે.