પોતાના કબજાની મોટરસાઈકલ સ્થળ પર જ મુકી નાસી જતા પોલીસે મોટરસાઈકલ પાસેથી રૂ.૧૮,૬૦૦ નો પ્રોહીનો જથ્થો જપ્ત કરી મોટરસાઈકલ કબ્જે લીધાનું જાણવા મળે છે
દાહોદ તા.૧૬
દાહોદ જિલ્લાના સરહદી વિસ્તાર એવો ભીલોડ ગામે નજીક પોલીસે નાકાબંધી કરી આવતા જતા વાહનોની તલાસી હાથ ધરતા હતા તે સમયે એક મોટરસાઈકલ પર સવાર બે ઈસમો ત્યાથી પસાર થતાં પોલીસને દુરથી જ જાઈ પોતાના કબજાની મોટરસાઈકલ સ્થળ પર જ મુકી નાસી જતા પોલીસે મોટરસાઈકલ પાસેથી રૂ.૧૮,૬૦૦ નો પ્રોહીનો જથ્થો જપ્ત કરી મોટરસાઈકલ કબ્જે લીધાનું જાણવા મળે છે ત્યારે અત્રે ઉલ્લેખનીય છે કે, અવાર નવાર પ્રોહીની રેડ પાડતા સમયે હર હંમેશ બુટેલગરો,વિદેશી દારૂની હેરાફેરી કરતા તત્વો તેમજ તેમના મળતીયાઓને પોલીસ રેડ દરમ્યાન પકડી પકડી શકતી નથી અને માત્ર વિદેશી દારૂનો જથ્થો લઈ આરોપીઓ વિના વિલા મોંઢે પોલીસ પરત ફરે છે અને વિદેશી દારૂની હેરાફેરીમાં તેમજ જે તે જગ્યાએ પોલીસ દ્વારા પાડવામાં આવતી પ્રોહી રેડમાં આરોપીઓને કેમ પકડી નથી શકતી તે પણ જિલ્લાવાસીઓમાં ચર્ચાનો વિષય બન્યો છે.
દાહોદ પોલીસ આજરોજ દાહોદની સરહદ મધ્યપ્રદેશની સરહદે આવેલ ભીલોડા ગામે મળેલ બાતમીના આધારે નાકાબંધી કરી આવતા જતાં વાહનોની તલાસી હાથ ધરતા હતા તે સમયે એક મોટરસાઈકલ પર સવાર બે ઈસમો પસાર થતાં પોલીસને જાઈ પોતાના કબજાની મોટરસાઈકલ સ્થળ પર મુકી નાસી ગયા હતા અને ત્યાર બાદ પોલીસે મોટરસાઈકલ પાસેથી વિદેશી દારૂ તથા બિયરની બોટલો નંગ.૭૦ જેની કુલ કિંમત રૂ.૧૮,૬૦૦ ના પ્રોહી જથ્થા સાથે મોટરસાઈકલ કબજે લઈ બંન્ને ઈસમો વિરૂધ્ધ પોલીસે પ્રોહીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.