દેવગઢ બારીઆમાંથી બે દિવસથી લાપત્તા યુવકની લાશ મોટા તળાવમાંથી મળી આવતાં ચકચાર : યુવકે કોરોનાના ભયને કારણે આત્મહત્યા કરી હોવાની ચર્ચાઓ

દાહોદ તા.29

દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા નગરમાં રહેતા એક યુવક બે દિવસથી લાપતા થયા બાદ તેની લાશ આજરોજ દેવગઢ બારીયા નગરના મોટા તળાવમાંથી મળી આવતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે ત્યારે આ યુવકે કોરોનાના ભયને પગલે આ પગલુ ઉઠાવ્યું હોવાની પણ ચર્ચાઓએ ભારે જોર પકડયું છે.

દેવગઢબારિયા નગરમાં રહેતો ઓટોરિક્ષા ચાલક છેલ્લા બે દિવસથી ગુમ થયો હતો. પરિવારજનો દ્વારા ભારે શોધખોળ બાદ પણ તેનો કોઇ પત્તો લાગ્યો ન હતો ત્યારે તેની ઓટોરિક્ષા દેવગઢબારિયા નગરમાં આવેલ મોટા તળાવ પાસેથી મળી આવી હતી અને પરિવારજનો દ્વારા તળાવ ખાતે તપાસ પણ હાથ ધરી હતી પણ જે તે દિવસે તેનો કોઇ પત્તો લાગ્યો ન હતો ત્યારે આજરોજ આજ મોટા તળાવમાથી આ યુવકની તરતી લાશ મળી આવતા પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. ઘટના સ્થળે પોલીસ તેમજ 108ના કર્મચારીઓ દોડી ગયા હતા સાથે પરિવારજનો પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા જ્યાં કર્મચારીઓએ પીપીઈ કીટ પહેરી મૃતક યુવકની લાશને તળાવમાંથી બહાર કાઢી નજીકના દવાખાને પોસ્ટમોર્ટમ માટે રવાના કરવામાં આવી હતી
અત્રે ઉલ્લેખનીય છે કે, આ યુવકે કોરોનાના ડરથી તળાવમાં ઝંપલાવ્યું હોવાની ભારે ચર્ચાઓ જાગી ત્યારે પોલીસે આ સંદર્ભે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: