મંત્રી શ્રી ગણપતસિંહ વસાવા સોમવારે દાહોદ જિલ્લાની મુલાકાત લેશે : જિલ્લાના પદાધિકારીઓ – આગેવાનો – અધિકારીઓ સાથે બેઠક યોજી કોરોનાની સ્થિતિની સમીક્ષા કરશે
જિલ્લામાં કોરોનાની પ્રર્વતમાન સ્થિતિની સમીક્ષા કરવા આદિજાતિ વિકાસ મંત્રી શ્રી ગણપતસિંહ વસાવા આગામી સોમવાર તા.3 લી મેના રોજ દાહોદ જિલ્લાની મુલાકાત લેશે અને જિલ્લાના આગેવાનો, પદાધિકારીઓ તેમજ અધિકારીઓ સાથે બેઠક યોજી કોરોના સંક્રમણ બાબતે ચર્ચા-વિમર્શ કરશે.
મંત્રી શ્રી વસાવા સવારે ૧૦ વાગે દાહોદ નગરના એપીએમસી ખાતે જિલ્લાના મુખ્ય પદાધિકારીઓ, આગેવાનો સાથે બેઠક યોજી કોરોનાની પરિસ્થિતિ વિશે માહિતી મેળવશે. ત્યાર બાદ બપોરે ૨.૩૦ વાગે કોરોના સ્થિતિની સમીક્ષા અર્થે જિલ્લા સેવા સદન ખાતે વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજશે અને જરૂરી માર્ગદર્શન-દિશાનિર્દેશ કરશે. ત્યાર બાદ પત્રકાર પરિષદ યોજીને મીડિયા સાથે સંવાદ સાધશે.