નીતિ પંચના સભ્ય ડોકટર પોલનો સંકેત, સંક્રમણ અટકાવવું જરૂરી : સંપૂર્ણ લોકડાઉન લગાવશે મોદી સરકાર?

(જી.એન.એસ)ન્યુ દિલ્હી,તા.૬
ભારતમાં કોરોના વાયરસની બીજી લહેર તબાહી મચાવી રહી છે. આવામાં શું ભારત સરકાર સંપૂર્ણ લોકડાઉન લગાવવાને લઇને વિચાર કરી રહી છે? કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા એવી સંભાવનાઓથી ઇન્કાર નથી કરવામાં આવ્યો. નીતિ આયોગના સભ્ય વીકે પોલે બુધવારના પ્રેસ કૉન્ફરન્સમાં કહ્યું કે, નેશનલ લોકડાઉનના ઑપ્શન પર ચર્ચા ચાલી રહી છે. વીકે પૉલનું નિવેદન આ કારણે પણ મહત્વનું છે, કેમકે તેઓ નેશનલ કોવિડ-૧૯ ટાસ્ક ફોર્સના હેડ છે.
પત્રકારો સાથે વાતચીત કરતા તેમણે કહ્યું હતું કે કોરોનાવાયરસ ને અટકાવવા માટેના અલગ અલગ વિકલ્પ પર ગંભીરતાથી ચર્ચા થઈ રહી છે અને જે રીતે નિષ્ણાંતોએ તેમ જ જવાબદાર લોકોએ દેશ વ્યાપી લોક ડાઉન ની ભલામણ કરી છે તેના પર પણ સરકારનું લય છે અને આ વિકલ્પ પર પણ ચર્ચા ચાલી રહી છે.
કોરોનાવાયરસ ની બીજી લહેર ઘાતક બની ગઈ છે ત્યારે અનેક નિષ્ણાંતો દ્રારા તેમજ રાજકીય નેતાઓ દ્રારા વડાપ્રધાનને દેશ વ્યાપી લોક ડાઉન લગાવવાની ભલામણો કરવામાં આવી રહી છે. જાે કે કેન્દ્ર સરકારે તમામ રાય સરકારો ને છૂટ દીધી છે કે નાઈટ કર્યુ સહિતના પ્રતિબંધાત્મક પગલા તે લોકો જરત પ્રમાણે લઈ શકે છે.
તેમણે કહ્યું કે જાે સ્થિતિ કાબૂમાં નહીં આવે તો વધુ કેટલાક સખત નિયંત્રણો અને તમામ વિકલ્પો પર ચર્ચા વિચારણા ચાલી રહી છે. જે જરી લાગશે એવા પગલાં જાહેર કરવામાં આવશે અને દેશ વ્યાપી લોક ડાઉન અંગેની જે ભલામણ કરવામાં આવી છે હવે તેના પર પણ ગંભીરતાથી ચર્ચા થઈ રહી છે.
કેન્દ્ર સરકારના ટાસ્કફોર્સ દ્રારા જેટલી જરી સૂચનાઓ છે તે તમામ રાય સરકારોને આપી દેવામાં આવી છે અને વાઇરસને અટકાવવા માટેના તમામ અસરકારક પગલા લેવાની તેમને સૂચના આપી દીધી છે. હજુ પણ અનેક રાયોમાં હાલત ગંભીર બનેલી છે.
અત્યારે દેશમાં ઓકિસજન અને અન્ય મેડિકલ સામગ્રી નો અભાવ છે અને આવી સ્થિતિમાં આરોગ્ય નિષ્ણાંતો તેમજ રાજકીય નેતાઓએ વાઈરસને વધુ આગળ વધતો અટકાવવા માટે અને તેની ચેઇન તોડવા માટે દેશ વ્યાપી લોક ડાઉન ની ભલામણ કરી છે પરંતુ તેને અંતિમ વિકલ્પ તરીકે જાેવામાં આવે છે અને હવે આ વિકલ્પ પર પણ ચર્ચા ચાલી રહી છે.
દેશ અત્યારે કોરોનાની બીજી લહેરનો સામનો કરી રહ્યો છે, પરંતુ એકસપર્ટ ત્રીજી લહેરની પણ ચેતવણી આપી રહ્યા છે. સુપ્રીમ કોર્ટે પણ ત્રીજી લહેરને લઇને ચિંતા વ્યક્ત કરી છે. સુપ્રીમ કોર્ટે પણ કહ્યું છે કે સરકારે અત્યારથી તૈયારી કરવી પડશે, કેમકે જાે ત્રીજી લહેર બાળકો પર અસર પાડે છે તો બાળકોની સારવાર, તેમના મા-બાપનું શું થશે, આ બધું વિચારવું પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: