બીજી લહેરમાં જેટલી ઝડપથી કેસો વધ્યા એટલી જ ઝડપથી ઘટશે, નિષ્ણાતોનો દાવો
(જી.એન.એસ)ન્યુ દિલ્હી,તા.૬
દેશમાં કોરોનાની બીજી લહેર તાંડવ મચાવી રહી છે. આ લહેરમાં કોરોના વાયરસે સંક્રમણની જેટલી ઝડપી ગતિ પકડી તેણે સૌ કોઈને ચોંકાવી દીધા. પરંતુ હવે ખુશખબરી આવી રહી છે. એક્સપટ્ર્સનું અનુમાન છે કે કોરોના વાયરસની વર્તમાન લહેર એટલી જ ઝડપથી જશે પણ. જાે કે અત્યારે એ ટિપિંગ પોઇન્ટ આવવામાં મોડું છે જ્યાંથી નવા કોરોના કેસો ઘટવા લાગશે. બીજી લહેરમાં નવા કોરોના કેસ અને કોવિડ મોતની ઝડપ પહેલી લહેરની સરખામણીએ ઘણી વધારે છે.
નવા નવા વેરિએન્ટના કારણે હર્ડ ઇમ્યૂનિટીનો તો ફોમ્ર્યૂલા જ ફેલ થતો જાેવા મળી રહ્યો છે. તો રસીકરણ અભિયાન પણ જરૂરિયાત પ્રમાણે નથી થઈ રહ્યું. બીજા દેશોમાં કોરોનાની બીજી લહેર આવી તો લાંબા સમય સુધી ટકી નહીં, પરંતુ ભારતમાં બીજી લહેર અંતર્ગત નવા કેસો અત્યારે પણ રેકૉર્ડ બનાવી રહ્યા છે. ૫ મેના ૪.૧૩ લાખ નવા કેસ સામે આવ્યા અને ૩,૯૮૦ મોત થયા. પરંતુ નિષ્ણાતોને એ જાણ નથી કે આ લહેર ક્યારે ખત્મ થશે. જાે કે કેટલાક આંકડાઓમાં આનું અનુમાન જરૂર લગાવવામાં આવી શકે છે.
કોવિડ મહામારીની અલગ-અલગ લહેરોનું અલગ-અલગ ભાગોમાં અધ્યયન કરવામાં આવી શકે છે. કેટલાક દિવસમાં જ કેસો બમણા થઈ જાય તો તેને ઝડપી વૃદ્ધિનો તબક્કો માનવામાં આવે છે અને જ્યારે કેસો ઝડપથી નીચે જવા લાગે તો તેને તેજ ઘટાડાનો તબક્કો માનવામાં આવે છે અને પછી લાંબા સમય સુધી લાંબા સમય સુધી નીચેના સ્તરે કોરોના કેસોનું સ્થિર થઈ જવું. ગત વર્ષના ઑક્ટોબર મહિનામાં અમેરિકા આ સમયમાંથી પસાર થઈ રહ્યું હતુ, જેનો સામનો અત્યારે ભારત કરી રહ્યું છે.
જાન્યુઆરીમાં જ્યારે ત્યાં રસીકરણ અભિયાન શરૂ થયું તો કોરોનાની બીજી લહેર કાબૂમાં આવી. ભારતમાં બીજી લહેરમાં કોરોનાના કેસોનો ઝડપી વધારાનો સમય માર્ચ મહિનાના મધ્યમાં શરૂ થયો અને એક મહિનાથી પણ ઓછા સમયમાં પહેલી લહેરની પીક પાર કરી ગયો, જે સપ્ટેમ્બર મહિનામાં આવી હતી. જ્યાં સુધી મોતોની વાત છે તો ગત રેકૉર્ડને પાર કરવામાં પણ દોઢ મહિનાનો જ સમય લાગ્યો. ઝડપી ઘટાનાના સિદ્ધાંત પ્રમાણે મહામારીની બીજી લહેરમાં નવા કોરોના કેસમાં ઘટાડો ઝડપથી આવશે, પરંતુ મહત્વપૂર્ણ વાત એ છે કે બીજી લહેર પીક પર ક્યારે પહોંચશે. આ દરમિયાન રસીકરણ અભિયાનની ઝડપ વધારવા અને પુરતી સાવધાનીઓ રાખવાની જરૂરિયાત છે.