દાહોદ જિલ્લામાં વધુ ૧૧૫ કોરોના પોઝીટીવ : વધુ ૦૬ના મોત
દાહોદ તા.૦૭
દાહોદ જિલ્લામાં આજે વધુ ૧૧૫ કોરોના પોઝીટીવ કેસો નોંધાયાં છે. આજે વધુ ૦૬ દર્દીઓએ પોતાનો જીવ ગુમાવતાં દાહોદ જિલ્લામાં કુલ મૃત્યુઆંક ૧૦૩ને પાર થઈ ગયો છે. દાહોદ જિલ્લામાં ફરીવાર છેલ્લા બે – ત્રણ દિવસથી કોરોનાના કેસોમાં વધારો નોંધાયાં છે અને બીજી તરફ દાહોદ શહેર સહિત જિલ્લામાં બજારમાં ભીડભાડ પણ ભારે જાેવા મળી રહી છે.
આર.ટી.પી.સી.આર.ના ૧૪૯૦ પૈકી ૮૪ અને રેપીટ ટેસ્ટના ૧૧૧૫ પૈકી ૩૧ મળી આજે કુલ ૧૧૫ કોરોના પોઝીટીવ કેસો નોંધાયાં છે. આ ૧૧૫ પૈકી દાહોદ અર્બનમાંથી ૧૫, દાહોદ ગ્રામ્યમાંથી ૦૪, ઝાલોદ અર્બનમાંથી ૦૨, ઝાલોદ ગ્રામ્યમાંથી ૧૮, દેવગઢ બારીઆ અર્બનમાંથી ૧૨, દેવગઢ બારીઆ ગ્રામ્યમાંથી ૦૪, લીમખેડામાંથી ૦૮, સીંગવડમાંથી ૦૭, ગરબાડામાંથી ૧૬, ધાનપુરમાંથી ૦૯, ફતેપુરામાંથી ૧૫ અને સંજેલીમાંથી ૦૫ કેસનો સમાવેશ થાય છે. આજે વધુ ૦૬ દર્દીઓએ કોરોનાથી જીવ ગુમાવ્યો હતો. વધતાં કેસોની સામે એક્ટીવ કેસોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે અત્યાર સુધી દાહોદ જિલ્લામાં ૮૬૫ લોકો કોરોનાની સારવાર લઈ રહ્યાં છે ત્યારે બીજી તરફ રાહતના સમાચાર એ છે કે, કોરોનાના દર્દીઓ સાજા થઈ રહ્યાં હોવાનો આંકડો પણ વધી રહ્યો છે. આજે એકસાથે ૯૯ દર્દીઓ કોરોનાથી સાજા થતાં તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. દાહોદ જિલ્લામાં કોરોનાનો કુલ આંકડો ૫૯૨૨ ને પાર થઈ ગયો છે.