દાહોદ શહેરના સ્મશાન પાછળથી મૃતકોના કંકાલ મળી આવતા ચકચાર મચી
દાહોદ તા.૦૮
દાહોદ શહેરના સ્મશાનના પાછળના ભાગે આજે એક દ્રશ્યથી સૌ કોઈ અચંબા સહિત વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. આ વિસ્તારમાં ખાડામાંથી મૃતદેહના કંગાલ મળી આવતાં અનેક તર્ક વિતર્કાે વહેતા થવા માંડ્યાં છે. હાલ કોરોના કાળમાં સ્મશાનની પાછળ કોઈ કે મૃતદેહને દાટી દીધી હશે કે, પછી કોઈ અન્ય કારણ? જેવા અનેક સવાલો નગરજનોમાં વહેતાં થવા માંડ્યાં છે.
દાહોદ શહેરના સ્મશાન વિસ્તારના પાછળના ભાગે ખાડામાં દટાયેલી હાલતમાં મૃતદેહના કંગાલ નજરે પડતાં અવર જવર કરતાં લોકો ગભરાઈ ગયાં હતાં. આ અંગેની જાણ સ્થાનીકો દ્વારા પ્રથમ તો ઓલ એનીમલ રેશ્ક્યુ ટીમને કરવામાં આવી હતી. ખાડામાંથી માનવ ખોપડી સહિત કંગાલ નજરે પડ્યાં હતાં. કંગાલને કુતરા તેમજ જંગલી પ્રાણીઓએ ફાડી ખાંધી હોવાનું પણ જાણળા મળી રહ્યું છે ત્યારે હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે નજરે પડી રહેલા આ કંગાળને પગલે સ્થાનીકોમાં ભયનો માહોલ પણ જાેવા મળ્યો હતો.મૃતદેહને દફન કરવામાં આવી હશે કે, પછી અન્ય કારણોસર નાંખી દેવમાં આવી હશે? જેવા અનેક સવાલો નગરજનોમાં વહેતા થવા માંડ્યાં છે ત્યારે આ ખાડમાં એકથી વધારે મૃતકોની દફન વિધિ કરાઈ હોવાની પણ આશંકાઓ વ્યક્ત કરાઈ રહી છે. હાલની કોરોના પરિસ્થિતીને ધ્યાનમાં રાખી સંલગ્ન તંત્ર આ મામલે તપાસ હાથ ધરે તે અત્યંત આવશ્યક બની રહ્યું છે.







