દાહોદ લાયન્સ ક્લબ દ્વારા ૧૨૦ પીપીઈ કીટ આપવામાં આવી
દાહોદ તા.૧૦
કોરોના વોરિયર્સની કામગીરીને બીરદાવી દાહોદ લાયન્સ ક્લબ દ્વારા આજરોજ દાહોદ જિલ્લા અધિક કલેક્ટરની ઉપસ્થિતિમાં ૧૨૦ જેટલી પીપીઈ કીટ આપવામાં આવી હતી.
દાહોદ જિલ્લામાં કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે કોરોના વોરિયર્સની મુખ્ય ભુમીકા છે. દાહોદ જિલ્લાના તમામ કોરોના વોરિયર્સ ખડેપગે કોરોનાના દર્દીઓની પડખે ઉભા રહે છે ત્યારે દાહોદ લાયન્સ ક્લબ દ્વારા તેઓ માટે ૧૨૦ પીપીઈ કીટ આજરોજ દાહોદ જિલ્લા અધિક્ષકને આપવામાં આવી હતી. આ વેળાએ લાયન્સ ક્લબ, દાહોદના પ્રમુખ જયકિશન જેઠવાણી, મંત્રી સજ્જાદ ભાટીયા, સહમંત્રી ફિરોજલેનવાલા સહિત હોદ્દેદારો ઉપસ્થિત રહ્યાં હતાં.