દાહોદ શહેરના ખ્રિસ્તી સમુદાય દ્વારા ક્રિસમસની  ભારે હર્ષાેઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવ્યું

દાહોદ તા.૨૫

ક્રિસમસ નિમિત્તે આજરોજ શહેરના ખ્રિસ્તી સમુદાય દ્વારા ક્રિસમસની  ભારે હર્ષાેઉલ્લાસ સાથે ઉજવણી કરી હતી. શહેરના ચર્ચા ખાતે સવારથી જ લોકોની ભારે ભીડ જાવા મળી હતી ત્યારે બીજી તરફ ૧૦૮ ઈમરજન્સી સેવા દ્વારા ક્રિસમસ નિમિત્તે સાંન્તા કોલ્ઝોના વેશમાં દાહોદની સિવીલ હોÂસ્પટલ ખાતે દર્દિઓ તેમજ સ્ટાફ મિત્રો સાથે ઉજવણી કરી હતી અને દર્દિઓને બિસ્કીટ,ચોકલેટ,કપડા વિગેરેનું વિતરણ કર્યું હતુ.

ખ્રિસ્તી સમુદાયનું નુતન વર્ષ તારીખ ૨૫ ડિસેમ્બરના રોજથી શરૂ થતુ હોય છે અને આ દિવસે ક્રિસમસની ઉજવણી કરવામાં આવે છે. શહેરના ચર્ચાે ખાતે ભવ્ય રોશની સહિત અનેકવિધ કાર્યક્રમોનુ પણ આયોજન કરવામાં આવ્યુ હતુ. ક્રિસમસની પુર્વ સંધ્યાએ શહેરમાં ખ્રિસ્તી સમુદાય દ્વારા રેલી પણ કાઢવામાં આવી હતી અને આજે ક્રિસમસ નિમિત્તે શહેરના ખ્રિસ્તી સમુદાયના લોકોએ ભારે હર્ષાેઉલ્લાસ સાથે ક્રિસમસની ઉત્સાહભેર ઉજવણી કરી હતી. આ પ્રસંગે દાહોદના ૧૦૮ ઈમરજન્સી સેવાના કર્મચારીઓએ દાહોદ સિવિલ હોÂસ્પટલમાં ઉજવણી કરી હતી. સિવિલ હોÂસ્પટલના દર્દિઓને બિસ્કીટ,ચોકલેટ,કપડા વિગેરેનું વિતરણ કરવામાં આવ્યુ હતુ અને સ્ટાફમિત્રો સિવિલ હોÂસ્પટલના કર્મચારીઓ સાથે ક્રિસમસની શુભેચ્છા પાઠવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: