તારક મહેતાના ઉલ્ટ ચશ્માની અભીનેત્રી મુનમુન દત્તા (બબીતા) વિરૂધ્ધ દાહોદ શહેર પોલીસ મથકે ફરિયાદ
દાહોદ તા.૧૧
તારક મહેતાના ઉલ્ટા ચશ્માની અભીનેત્રી મુનમુન દત્તા (બબીતા) દ્વારા સોશીયીલ મીડીયામાં એક વાઈરલ કરવામાં આવેલ વીડીયામાં અનુસુચિત જાતિ (વાલ્મીકી સમાજ) વિરૂધ્ધ ગેરબંધારણીય શબ્દોનો ઉપયોગ કરતાં વાલ્મીકી સમાજની લાગણી દુભાતા દાહોદના વાલ્મીકી સમાજ દ્વારા દાહોદ શહેર પોલીસ મથકે મુનમુન દત્તા વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી તેમના શબ્દોને સખ્ત શબ્દોમાં વખોડી કાઢી વિરોધ દર્શાવ્યો હતો.
દાહોદ શહેરના ચાકલીયા રોડ સુખદેવ કાકા કોલોની ખાતે રહેતા અજયભાઈ રાજેશભાઈ ડામોર દ્વારા આજરોજ દાહોદ શહેર પોલીસ મથકે તારક મહેતાના ઉલ્ટા ચશ્માની અભીનેત્રી મુનમુન દત્તા ( બબીતા) વિરૂધ્ધ ફરિયાદ આપવામાં આવી છે. આ ફરીયાદમાં જણાવ્યાં અનુસાર, મુનમુન દત્તા (બબીતા) દ્વારા સોશીયલ મીડીયામાં એક વિડીયો વાઈરલ કરવામાં આવ્યો હતો જેમાં તેણે અનુસુચિત જાતિ (વાલ્મીકી) સમાજની લાગણી દુભાય તેવા શબ્દોનો ઉપયોગ કર્યાે હતો અને જેને પગલે દાહોદના વાલ્મીકી સમાજની લાગણી દુભાઈ છે. આ મામલે વાલ્મીકી સમાજના ઉપરોક્ત અગ્રણી દ્વારા દાહોદ શહેર પોલીસ મથકે લેખિત ફરીયાદ આપી જણાવ્યું હતું કે, આ અભીનેત્રી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરે તેમજ ધરપકડ કરવામાં આવે તેવી પોલીસ સમક્ષ માંગણી કરી હતી.

