દાહોદ શહેરના રળીયાતી ખાતે એક બોરવેલની ગાડીમાં આગ લાગી : સદ્નસીબેન કોઈ જાનહાની નહીં
દાહોદ તાલુકાના રળીયાતી પાસે એક બોરવેલની ગાડીમાં વેલ્ડીંગ કરાવતી વખતે થયેલ શોર્ટસર્કિટથી આગ ફાટી નીકળતા દોડધામના દ્રશ્યો સર્જાયા હતા. જોકે આસપાસના ભેગા થયેલા સ્થનિકોએ અગ્નિશામક દળને જાણ કરતા અગ્નિશામક દળના ફાયર ફાયટરોએ આગ ઓલવી હતી.
વધુ મળતી માહિતી અનુસાર દાહોદ તાલુકાના રળીયાતી પાસે આવેલ એક વેલ્ડીંગની દુકાન પર બોરવેલની ગાડીમાં વેલ્ડિંગનો કામ કરાવવા અર્થે આવી હતી. થોડીક વાર બાદ વેલ્ડિંગ કાર્ય દરમિયાન અકસ્માતે થયેલ શોર્ટ સર્કિટના કારણે બોરવેલની ગાડીમાં એકાએક ફાટી નીકળી હતી.અકસ્માતે લાગેલી આગના લીધે વેલ્ડીંગની દુકાનમાં દોડધામના દ્રશ્યો સર્જાયા હતા. કોઈ કંઈ સમજે તે પહેલા આગની લપટોએ બોરવેલની ગાડીને જકડી લીધી હતી.જોકે આ ઘટનાની જાણ આસપાસના લોકોને થતા આસપાસના લોકોએ આ અંગેની જાણ દાહોદના અગ્નિશામક દળને કરતા અગ્નિશામક દળના ફાયર ફાઈટર તાબડતોબ ઘટના સ્થળે પહોંચી આગ પર પાણીનો મારો ચલાવી આગ ઓલવી નાખી હતી. આ આગના બનેલ બનાવમાં નુકસાનનું ચોક્કસ આંકડો જાણવા મળેલ નથી.