ગુજરાત ઈ સર્વિસ ડોક્ટર એશોસિએશન,દાહોદ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત
દાહોદ તા.૧૨
ગુજરાત ઈન સર્વિસ ડોક્ટર એશોશિએશન, દાહોદ દ્વારા તબીબોના પ્રશ્નો અને વિવિધ માંગણીઓના ઉકેલ સંદર્ભે નિરાકરણના આશયે એક આવેદન પત્ર દાહોદ જિલ્લા કલેક્ટરને આપવામાં આવ્યું હતું અને પોતાના પડતર પ્રશ્નો અને માંગણીનું વહેલામાં વહેલી તકે નિરાકરણ લાવવામાં આવે તેવી રજુઆત કરી હતી.
આપવામાં આવેલ આવેદનપત્રમાં જણાવ્યાં અનુસાર, ઈન – સર્વિસ તબીબોને કેન્દ્રના સાતમા પગાર પંચ મુજબ એન.પી.એ. આપવું, કેન્દ્રના ધોરણે તબીબી અધિકારીઓને છઠ્ઠા પગાર પંચમાં ગ્રેડ પે, સાતમાં પગાર પંચમાં મેટ્રેક લેવલ આપવું, વર્ગ – ૧ આરોગ્ય અધિકારીઓ કન્સલ્ટ અને તબીબી અધિકારીઓના સેવા સંલગ્નના આદેશો ત્વરીત કરવા, તબીબી અધિકારીઓને અનુસ્નાતક અભ્યાસ માટે ૨૫ ટકા બેઠકો અનામત રાખવા, પાત્રતા દર્શાવતાં ઈન – સર્વિલ તબીબોને ખાલી જગ્યાઓ પર બઢતી આપવી, ટીક્કુ કમીશનની જાેગવાઈ, બીન જરૂરી કાઢેલ વાંધાઆએ દુર કરી ટીક્કુ કમીશનના લાભો આપવા, તબીબી અધિકારીઓની મહેકમમાં મંજુર થયેલ જગ્યાઓ પર ફીક્સ પેય પર નિમણુંક આપવાનું બંધ કરી પુરા પગાર સાથે એડહોક નિમણુંક બોન્ડેડ અને લાભો સંલગ્નના સેવા આપો, કોરોના મહામારીના સ્ટેસમાં ફરજ બજાવતાં તબીબી અધિકારીઓની વ્યાજબી કારણો વગરની અને અહમના ટકરાવવાળી ફરિયાદોમાં ત્વરીત પગલાં લેવાનું બંધ કરો, તબીબી અધિકારીઓને બિનજરૂરી, અગમ્ય કારણોસર ફરજના સ્થળથી દુર પ્રતિનિયુક્તિ પર મુકવાનું બંધ કરો વિગેરે માંગણીઓ અને વિવિધ પ્રશ્નો સંદર્ભે આજરોજ દાહોદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. વધુમાં આવેદનપત્રમાં જણાવ્યાં અનુસાર, પોતાની માંગણીઓ પુરી કરવામાં નહીં આવે તો માંગણીઓના ન્યાયી ઉકેલ માટે આંદોલન કરવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો છે અને આગામી તારીખ ૩૧.૦૫.૨૦૨૧ થી અનિચ્છિનીય રજા પર જશે તે ઉપરાંત સરકાર દ્વારા દમ કરવામાં આવશે તો સામુહિક રાજીનામાની ચીમકી પણ ઉચ્ચારી હતી.