વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન(WHO)ના રિપોર્ટમાં ખુલાસો : ભારતમાં કોરોનાની બીજી લહેર માટે ધાર્મિક – રાજકીય તાયફા જવાબદાર : ગત સપ્તાહે વિશ્વભરમાં જેટલા કેસ આવ્યા એમાંથી ૫૦% કેસ ભારતના હતા, ધાર્મિક અને રાજકીય કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં ભીડ એકઠી થતાં સંક્રમણ વધ્યું


(જી.એન.એસ.)જિનિવા,તા.૧૩
દેશમાં કોરોના સંક્રમણ ઝડપથી ફેલાવાનાં મુખ્ય કારણો ગયા મહિને યોજાનારી ચૂંટણીઓ અને કુંભ જ છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના રિપોર્ટ દ્વારા પણ આ વાત સાબિત થઈ છે. કોરોના મુદ્દે ડબલ્યુએચઓ દ્વારા જાહેર કરવામાં આવેલા એક અપડેટમાં જણાવ્યું છે કે ભારતમાં કોરોનાનું સંક્રમણ વધવા પાછળનાં ઘણાં સંભવિત કારણો છે.
જાેકે વિશ્વ આરોગ્ય સંસ્થાએ કોઈપણ કાર્યક્રમનું નામ આપ્યું નથી, પરંતુ કહ્યું હતું કે ઘણા ધાર્મિક અને રાજકીય કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં ભીડ એકઠી કરવી એ સંક્રમણ વધવાનું એક કારણ પણ છે. આ કાર્યક્રમોમાં બેદરકારી દાખવવામાં આવી છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ એમ પણ કહ્યું હતું કે સંક્રમણ વધવામાં આ કારણોએ કેટલી ભૂમિકા ભજવી એ અંગેની પરિસ્થિતિ સ્પષ્ટ નથી.
વિશ્વ આરોગ્ય સંસ્થા જણાવે છે કે ભારતમાં કોરોનાનો મ્.૧.૬૧૭ વેરિએન્ટનું પ્રથમ વખત ઓક્ટોબર ૨૦૨૦માં સામે આવ્યો હતો. અહીં કોરોનાના કેસો અને મૃત્યુનો ફરીથી વધારાથી મ્.૧.૬૧૭ અને મ્.૧.૧.૭ જેવા કેટલાક અન્ય બીજા વેરિએન્ટ સંબંધિત ઘણા અન્ય પ્રશ્નો ઊભા થયા છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના સાપ્તાહિક અપડેટમાં જણાવાયું છે કે ભારતના કોરોના પોઝિટિવ નમૂનાઓમાંથી ૦.૧%ને ગ્લોબલ ઇનિશિયેટિવ ઓન શેરિંગ ઓલ ઈન્ફલ્યુએન્ઝા ડેટા પર અનુક્રમિત કરવામાં આવ્યા હતા. જેથી કોરોના વેરિએન્ટ શોધી શકાય. એમાં સામે આવ્યું હતું કે મ્.૧.૧.૭ અને મ્.૧.૬૧૨ જેવા અનેક વેરિએન્ટને કારણે ભારતમાં કોરોનાના કેસ વધ્યા છે.
વિશ્વ આરોગ્ય સંસ્થા અનુસાર, એપ્રિલના અંત સુધીમાં ભારતમાં કોરોનાના ૨૧% કેસોમાં મ્.૧.૬૧૭.૧ વેરિએન્ટ અને ૭% માં મ્.૧.૬૧૭.૨ મળી આવ્યો હતો. એ વાત પણ સામે આવી હતી કે અન્ય વેરિએન્ટની સરખામણીએ આ બંને વેરિએન્ટનો વૃદ્ધિદર ખૂબ જ વધારે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અનુસાર, ભારત પછી બ્રિટનમાં સૌથી વધુ મ્.૧.૬૧૭ના કેસ આવ્યા છે.
દુનિયાભરમાં કોરોનાની સ્થિતિ વિશે વિશ્વ આરોગ્ય સંગઠન કહે છે કે ગયા અઠવાડિયામાં નવા કેસો અને મૃત્યુમાં થોડો ઘટાડો થયો છે. આ દરમિયાન ૫૫ લાખ નવા કેસ આવ્યા અને ૯૦,૦૦૦ લોકોએ જીવ ગુમાવ્યો. કુલ કેસોમાંથી ૫૦% કેસ અને ૩૦% મૃત્યુ ભારતમાં જ થયાં છે. ગયા અઠવાડિયે દક્ષિણ-પૂર્વ એશિયામાં કુલ કેસના ૯૫% કેસ ભારતના હતા અને કુલ મૃત્યુમાંથી ૯૩% ભારતમાં જ થયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: