દાહોદ જિલ્લામાં વધુ ૧૦૭ કોરોના પોઝીટીવ : મૃત્યુઆંક શુન્ય
દાહોદ તા.૧૪
દાહોદ જિલ્લામાં આજે ફરી કોરોનાનો રાફડો ફાટ્યો છે. આજે એકજ દિવસમાં ૧૦૭ કોરોના પોઝીટીવ કેસો નોંધાતાં ફરી એકવાર જિલ્લાવાસીઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. છેલ્લા ત્રણ – ચાર દિવસથી કોરોના સંક્રમણ મામલે જિલ્લામાંથી ઓછા કેસો સામે આવી રહ્યાં હતાં પરંતું આજે કોરોના કેસોમાં વધારો નોંધાતાં આગામી સમય દાહોદ જિલ્લા માટે કપરા ચઢાણ સાબીત થનાર હોવાનું લાગી રહ્યું છે.
આર.ટી.પી.સી.આર.ના ૨૦૧૨ પૈકી ૮૬ અને રેપીટ ટેસ્ટના ૧૦૩૮ પૈકી ૨૧ મળી આજે ૧૦૭ કોરોના પોઝીટીવ કેસો નોંધાયાં છે. આ ૧૦૭ પૈકી દાહોદ અર્બનમાંથી ૩૪, દાહોદ ગ્રામ્યમાંથી ૧૬, ઝાલોદ અર્બનમાંથી ૧૩, ઝાલોદ ગ્રામ્યમાંથી ૦૩, દેવગઢ બારીઆ અર્બનમાંથી ૦૨, દેવગઢ બારીઆ ગ્રામ્યમાંથી ૦૨, લીમખેડામાંથી ૧૧, સીંગવડમાંથી ૦૬, ગરબાડામાંથી ૦૭, ધાનપુરમાંથી ૦૧, ફતેપુરામાંથી ૦૪ અને સંજેલીમાંથી ૦૩ કેસનો સમાવેશ થાય છે. આજે કોરોનાથી એકપણ મોત ન નોંધાતાં જિલ્લાવાસીઓમાં આશ્ચર્ય ફેલાયું છે. કારણ કે, દાહોદના સ્મશાનગૃહમાં કોરોના ગાઈડ લાઈન પ્રમાણે મૃતકોના અંતિમ સંસ્કાર કરવામાં આવે છે તે દ્રશ્યો પણ સવાલ ઉભા કરી છે બીજી તરફ આજે ૧૧૩ કોરોના દર્દીઓ સાજા થતાં તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. દાહોદ જિલ્લામાં અત્યાર સુધી ૬૬૭ લોકો કોરોનાની સારવાર લઈ રહ્યાં છે. દાહોદ જિલ્લામાં કોરોનાનો કુલ આંકડો ૬૫૩૩ને પાર થઈ ગયો છે.