દાહોદ જિલ્લામાં વધુ ૫૮ કોરોના પોઝીટીવ : વધુ ૦૨ દર્દીઓના મોત

દાહોદ તા.૧૮
દાહોદ જિલ્લામાં આજે વધુ ૫૮ કોરોના પોઝીટીવ કેસો નોંધાયાં છે. જિલ્લામાં કોરોનાની ગતિ ધીમી પડી રહી છે. આજે વધુ ૦૨ દર્દીઓએ કોરોનાથી જીવ ગુમાવ્યાં છે ત્યારે જિલ્લામાં કોરોનાનો કુલ આંકડો ૬૭૭૨ ને પાર પહોંચ્યો છે.
આર.ટી.પી.સી.આર.ના ૩૭૬ પૈકી ૩૩ અને રેપીટ ટેસ્ટના ૭૧૯ પૈકી ૨૫ મળી આજે ૫૮ કોરોના પોઝીટીવ કેસો નોંધાયાં છે. આ ૫૮ પૈકી દાહોદ અર્બનમાંથી ૧૬, દાહોદ ગ્રામ્યમાંથી ૦૨, ઝાલોદ અર્બનમાંથી ૦૩, ઝાલોદ ગ્રામ્યમાંથી ૧૦, દેવગઢ બારીઆ અર્બનમાંથી ૦૧, દેવગઢ બારીઆ ગ્રામ્યમાંથી ૦૩, લીમખેડામાંથી ૦૨, સીંગવડમાંથી ૦૨, ગરબાડામાંથી ૦૭, ધાનપુરમાંથી ૦૨, ફતેપુરામાંથી ૦૫ અને સંજેલીમાંથી ૦૫ કેસોનો સમાવેશ થાય છે. કોરોનાથી સાજા થતાં દર્દીઓની સંખ્યામાં પણ વધારો જાેવા મળી રહ્યો છે. આજે ૧૧૧ દર્દીઓએ કોરોનાથી સાજા થતાં તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી ત્યારે એક્ટીવ કેસોની સંખ્યા ઘટીને ૪૮૧ રહેવા પામી છે.
