કોરોનાને લઈને કેન્દ્ર સરકારની નવી એડવાઇઝરી : નવો ખતરોઃ હવામાં ૧૦ મીટર સુધી ફેલાઇ શકે છે કોરોના વાયરસ : દેશના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર કે. વિજય રાઘવને રજૂ કરી એડવાઇઝરીઃ કોરોના દર્દીઓના ૧૦ મીટરના વિસ્તારમાં સંક્રમણનો ભય
રૂમ-ઓફિસો-સાર્વજનિક સ્થળો પર વેન્ટીલેશન વધારવા સલાહ, પંખા લગાવો – બારી બારણા ખુલ્લા રાખી એર સર્કયુલેશન વધારો
ડોર હેન્ડલ-લાઇટ સ્વીચ-ટેબલ- ચેર વગેરેની નિયમિત સફાઇ જરૂરી,ડબલ માસ્ક કે એન-૯૫ માસ્ક જરૂરી, કોટનનો હોય તો બે પહેરો, સર્જીકલ હોય તો એકથી ચાલે
(જી.એન.એસ.)ન્યુ દિલ્હી,તા.૨૦
કેન્દ્ર સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકારના કાર્યાલય તરફથી કોરોના સંક્રમણને જાેતા સલાહ આપવામાં આવી છે. એડવાઇઝરીમાં કહેવામાં આવ્યું છે કે, ભારતમાં મહામારીના પ્રકોપની વચ્ચે આપણે એકવાર ફરી એ સામાન્ય નિયમોને યાદ રાખવાની જરૂરિયાત છે જેના દ્વારા સાર્સ-ર્ઝ્રફ-૨ વાયરસનું ટ્રાન્સમિશન સીમિત કરી શકીએ છીએ. એડવાઇઝરીમાં કહેવામાં આવ્યું છે કે ઑફિસો અને ઘરોમાં સારા વેન્ટિલેશન દ્વારા સંક્રમણનો ખતરો ઓછો કરી શકાય છે. સલાહમાં કહેવામાં આવ્યું છે કે છે સારા વેન્ટિલેશન દ્વારા એક સંક્રમિત વ્યક્તિથી બીજામાં સંક્રમણના ટ્રાન્સમીટ થવાની શક્યતા ઓછી રહી છે.
ઑફિસ અને ઘરોમાં વેન્ટિલેશનના સંદર્ભમાં સલાહ આપવામાં આવી છે કે સેન્ટ્રલ મેનેજમેન્ટ સિસ્ટમવાળી બિલ્ડિંગોમાં સેન્ટ્રલ એર ફિલ્ટરમાં સુધારો કરવાથી ઘણી મદદ મળી શકે છે. એડવાઈઝરીમાં ઑફિસ, ઑડિટોરિયમ, શૉપિંગ મૉલ વગેરેમાં ટેબલ ફેન સિસ્ટમ અને રૂફ વેન્ટિલેટરના ઉપયોગની ભલામણ કરવામાં આવી છે. દિશા-નિર્દેશોમાં કહેવામાં આવ્યું છે કે પંખો રાખવાની જગ્યાએ પણ મહત્વપૂર્ણ છે કે પંખો એવી જગ્યાએ ના રાખવો જાેઇએ જ્યાંથી દૂષિત હવા સીધી કોઈ બીજી તરફ જાય.
ભારત સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકારના કાર્યલયે પોતાની સલાહમાં કહ્યું છે કે એરોસોલ અને ડ્રોપલેટ્સ દ્વારા વાયરસનું ટ્રાન્સમિશન ઝડપથી થાય છે. એરોસોલ હવામાં ૧૦ મીટર સુધી જઈ શકે છે. સલાહમાં કહેવામાં આવ્યું છે કે સંક્રમિત વ્યક્તિના ૨ મીટરના અંતરમાં ડ્રોપલેટ્સ પડે છે. એડવાઇઝરીમાં કહેવામાં આવ્યું છે કે જાે કોઈ સંક્રમિત વ્યક્તિમાં લક્ષણો નથી તો પણ તેનાથી પુરતા ડ્રોપલેટ્સ નીકળે છે જેનાથી અન્ય લોકો સંક્રમિત થઈ શકે છે.
સલાહમાં કહેવામાં આવ્યું છે કે સંક્રમિત વ્યક્તિ દ્વારા શ્વાસ છોડવા, વાત કરવા, બોલવા, ગાવા, હસવા, ખાંસતા અથવા છીંકતા દરમિયાન લાળ અને નાક દ્વારા ડ્રોપલેટ્સ અને એરોસોલ બની શકે છે જે વાયરસનું ટ્રાન્સમિશન ફેલાવી શકે છે. એડવાઇઝરીમાં કહેવામાં આવ્યું છે કે લોકોને ડબલ માસ્ક અથવા એન-૯૫ માસ્ક પહેરવું જાેઇએ. દિશા-નિર્દેશોમાં કહેવામાં આવ્યું છે કે, વાયરસના ટ્રાન્સમિશનને રોકવા અને સંક્રમણ દરને ઓછો કરવા માટે નાગરિકો, સમુદાયો, સ્થાનિક જૂથો અને અધિકારીઓનું સમર્થન અને સહયોગ જરૂરી છે. એડવાઇઝરીમાં કહેવામાં આવ્યું છે કે, માસ્કના ઉપયોગની સાથે વેન્ટિલેશન, ડિસ્ટન્સિંગ અને સ્વચ્છતા, વાયરસની વિરુદ્ધ લડાઈ જીતી શકાય છે.