દાહોદ શહેરના નેતાજી બજાર વિસ્તારના વેપારી વર્ગ દ્વારા અનોખી પ્રકારે સ્વચ્છતા બાબતે વિરોધ કરયો
દાહોદ તા.૨૬
દાહોદ શહેરના નેતાજી બજારના વેપારીમિત્રોએ આજરોજ અનોખી પ્રકારે સ્વચ્છતા બાબતે વિરોધ કર્યાે હતો જેમાં આ વિસ્તારમાં નગરપાલિકા દ્વારા ધુળ,કચરો વિગેરેની સાફ સફાઈ ન થતી હોવાના આક્ષેપ સાથે આજરોજ તમામ વેપારીમિત્રોએ પોતપોતાની દુકાનો વિસ્તારો તરફની ધુળ,કચરો વિગેરે થેલીઓામાં ભરી દાહોદ નગરપાલિકા પ્રમુખ,ઉપપ્રમુખના ટેબલ ઉપર મુકી સાફ સફાઈ અંગે ધ્યાન આપી સફાઈ કરાવવામાં આવે તેવી રજુઆત કરાઈ હતી.
દાહોદ શહેરના નેતાજી બજાર વિસ્તારના વેપારી વર્ગ દ્વારા જણાવવામાં આવ્યા અનુસાર, નેતાજી બજાર ખાતેના વિસ્તારમાં લારી,પથારાવાળા વિગેરેઓ પોતાનો કચરો ત્યાના ત્યા મુકી દેતા હોય છે જેને કારણે કચરો,ધુળ વિગેરેએ આ વિસ્તારમાં માઝા મુકી છે. પાલિકા દ્વારા આ બાબતે ધ્યાન રાખતા આ વિસ્તારમાં ધુળ,કચરો વિગેરેથી સ્થાનીક વેપારીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અનેકવાર રજુઆત કર્યા છતાં પણ પાલિકા દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યાના આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા ત્યારે આ સંદર્ભે આજરોજ સવારે નેતાજી બજારના વેપારીમિત્રોએ આવેદનપત્ર આપ્યુ હતુ અને સાંજે તમામ વેપારીઓએ પોત પોતાની દુકાન તેમજ વિસ્તારમાં ધુળ,કચરો વિગેરે થેલીઓમાં ભરી દાહોદ નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખના ચેમ્બરમાં ટેબલ પર મુકી દીધી હતી અને આ વિસ્તારમાં સાફ સફાઈ સામે ધ્યાન રાખવામાં આવે તેવી રજુઆત કરવામાં આવી હતી જ્યારે બીજી તરફ પાલિકા પ્રમુખના જણાવ્યા અનુસાર, પાલિકાના કર્મચારીઓ દ્વારા આ વિસ્તારના લારી,પથારાવાળાઓને હટાવવાની પહેલ પણ કરી હતી પરંતુ ત્યાનાજ વેપારીઓ આ પથારા,સાકભાજીવાળા,લારીગલ્લાવાળાઓનો સરસામાન પોતાની દુકાનમાં રાખવાની પરમીશન આપતા હોય છે જેના કારણે આ સમસ્યા ઠેરની ઠેર રહે છે. આમ, આજે નેતાજી બજારના વેપારીમિત્રો દ્વારા અનોખી રીતે સાફ સફાઈ મામલે નગરપાલિકાની કામગીરી સામે વિરોધ દર્શાવ્યો હતો.