પોલીસને નક્સલીઓ વિશે જાણકારી મળતા સી-૬૦ કમાન્ડોએ તપાસ અભિયાન ચલાવ્યું : મહારાષ્ટ્રના ગઢચિરૌલીમાં પોલીસ સાથેના એન્કાઉન્ટરમાં ૧૩ નક્સલી ઠાર
ગઢચિરૌલી,તા.૨૦
મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં ફરી પોલીસ અને નક્સલીઓ વચ્ચે એન્કાઉન્ટર થયુ હતું. આ અથડામણમાં પોલીસે ૧૩ નક્સલીઓને ઠાર માર્યા છે. માર્યા ગયેલા તમામ નક્સલીઓના શબોને જપ્ત કરવામાં આવ્યા છે. આ અથડામણ ગઢચિરોલીના એટાપલ્લીના જંગલોમાં મહારાષ્ટ્ર પોલીસની સીટ-૬૦ યૂનિટ અને નક્સલીઓ વચ્ચે થઇ છે.
વિસ્તારમાં પોલીસની ટીમ તપાસ અભિયાન ચલાવી રહી છે. મહત્વપૂર્ણ છે કે મહારાષ્ટ્રનો ગઢચિરોલી વિસ્તાર છત્તીસગઢની સરહદ સાથે જાેડાયેલો છે. આ આખો વિસ્તાર નક્સલ પ્રભાવિત છે.
કહેવામાં આવી રહ્યુ છે કે પોલીસની ટીમને વિસ્તારમાં નક્સલીઓ વિશે જાણકારી મળી હતી. જે બાદ પોલીસની સી-૬૦ કમાન્ડો ટીમે તપાસ અભિયાન ચલાવ્યુ હતું. આ દરમિયાન નક્સલવાદીઓએ પોલીસની ટીમ પર હુમલો કર્યો હતો અને પછી એન્કાઉન્ટર ચાલુ થયુ હતું. આ અથડામણમાં ૧૩ નક્સલી માર્યા ગયા છે જેમના શબને જપ્ત કરી લેવામાં આવ્યા છે. ગઢચિરોલીના ડીઆઇજી સંદીપ પાટિલે પણ તેની પૃષ્ટી કરી છે.
આ પહેલા ૨૯ માર્ચે ગઢચિરોલીમાં ખોબ્રામેન્ઘાના જંગલોમાં સુરક્ષાદળો સાથે બે અથડામણ બાદ બે મહિલા સહિત ઓછામાં ઓછા પાંચ નક્સલવાદી માર્યા ગયા હતા. પ્રથમ એન્કાઉન્ટર ત્યારે થયુ જ્યારે ગઢચિરોલી પોલીસની સી-૬૦ કમાન્ડો ટીમ શનિવાર સવારે તપાસ અભિયાનમાં લાગી હતી. વિવિધ સ્થળો પર જંગલોમાં છુપાયેલા લગભગ ૫૦-૬૦ નક્સલવાદીઓ સાથે અથડામણ થઇ હતી અને ગોળીબાર શરૂ થયો હતો. બન્ને તરફથી ગોળીબાર એક કલાક સુધી ચાલુ રહ્યો હતો, જે બાદ નક્સવાદી પાછળ ખસી ગયા હતા અને સવારના સમયે તે જંગલની અંદર તરફ ભાગી ગયા હતા.
બાદમાં પોલીસે આસપાસના વિસ્તારમાં તપાસ કરી હતી અને વિસ્તારમાંથી ૩ પ્રેશર કુકર બોમ્બ, ૩૦૩ રાઇફલ મેગેઝિન, જીવતા કારતૂસ, વિજળીના તારાનું બંડલ, ફાયર ક્રેકર બોમ્બ, દવા અને અન્ય સામગ્રી જપ્ત કરી હતી.
બે મહિનામાં ત્રીજું એન્કાઉન્ટરઃ-
૨૮ એપ્રિલઃ ગઢચિરોલી જિલ્લામાં ઝ્ર-૬૦ ફોર્સ કમાન્ડોએ લગભગ ૪ કલાક ચાલેલા એન્કાઉન્ટરમાં ૮ લાખ રૂપિયાના બે ઈનામી નક્સલીને ઠાર કર્યા હતા.
૨૬ એપ્રિલઃ નક્સલીઓએ ભારત બંધ દરમિયાન ૬ ટ્રેક્ટર અને ટેન્કરમાં આગ લગાવી દીધી. આ વાહનો રોડ નિર્માણના કાર્યમાં પર્મિલી મેદપલ્લી વિસ્તારમાં લાગ્યા હતા.
૨૩ એપ્રિલઃ રાતે લગભગ ૧૨.૩૦ વાગ્યે નક્સલીઓએ કાંકેર જિલ્લાની સીમામાંથી માત્ર ૧૪ કિમી દૂર મહારાષ્ટ્રના જાંબિયા ગુટ્ટા પોલીસ સ્ટેશનમાં હુમલો કર્યો. પોલીસ સ્ટેશનની સામે બનેલાં મકાનોમાં લગભગ ૧૦૦થી વધુ નક્સલીઓએ ફાયરિંગ કર્યું અને રોકેટ લોન્ચર છોડ્યું.
૨૯ માર્ચઃ ટેક્ટિકલ કાઉન્ટર ઓફેન્સિવ કેમ્પેન માટે એકત્રિત થયેલા નક્સલીઓની સાથેના એન્કાઉન્ટરમાં કુખ્યાત નક્સલી રુસી રાવ સહિત પાંચ નક્સલી ઠાર થયા હતા.