દેવગઢ બારીઆ બસ સ્ટેશનમાં બસમાં ચઢતી વેળાએ પાટીક ચોરી કરતો ઈસમ ઝડપાયો
દાહોદ તા.૨૨
દેવગઢ બારીઆ નગરના બસ સ્ટેશનમાં એક પાકીટ માર દ્વારા એક વ્યક્તિનું પર્સ ચોરી કરવાની કોશિષ કરતાં ચોર રંગેહાથ ઝડપાઈ જતાં પોલીસને હવાલે કર્યાનું જાણવા મળે છે.
ધાનપુર તાલુકાના મોઢવા ગામે પટેલ ફળિયામાં રહેતાં વિક્રમભાઈ રણવતભાઈ બારીયા ગત તા.૨૧મી મેના રોજ દેવગઢ બારીઆના બસ સ્ટેશન ખાતે આવ્યાં હતાં અને નવસારી જવા બસમાં ચઢતાં હતાં તે સમયે એક પાકીટ માર ચોર બસમાં વિક્રમભાઈની પાછળ ચઢ્યો હતો અને વિક્રમભાઈના પાછળના પાકીટમાંથી પર્સની ચોરી કરવાની કોશિષ કરતાં વિક્રમભાઈએ જાણ થઈ જતાં આસપાસના લોકો પણ દોડી આવ્યાં હતાં. ઘટનાની જાણ પોલીસને કરાતાં પોલીસ પણ આવી પહોંચી ચોર ગોપાલભાઈ જુગનુભાઈ બાવરી (રહે. નારી કેન્દ્ર પાસે, પથ્થર તલાવડી, ગોધરા, જિ.પંચમહાલ) વિરૂધ્ધ વિક્રમભાઈની ફરિયાદને આધારે પોલીસે ગુનો નોંધી જેલના સળીયા પાછળ ધકેલી દીધો હતો.