દાહોદ શહેરના ગોદીરોડ ખાતેથી રૂા. ૧૫,૦૦૦ની કિંમતની દેશી હાથ બનાવટની માઉઝર પીસ્ટોલ સાથે એકની અટકાયત

દાહોદ તા.૨૪
દાહોદ શહેરના ગોદીરોડ વિસ્તાર ખાતેથી એક યુવક પાસેથી દાહોદ એસ.ઓ.જી. પોલીસે દેશી બનાવટની માઉઝર પિસ્તોલ કિંમત રૂા.૧૫,૦૦૦ની સાથે ઝડપી પાડી મોબાઈલ ફોન મળી કુલ રૂા.૧૮,૦૦૦નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યાનું જાણવા મળે છે.
દાહોદ એસ.ઓ.જી. પોલીસને મળેલ બાતમીના આધારે ગત તા.૨૩મી મેના રોજ ગોદી રોડ ખાતે વોચ ગોઠવી ઉભા હતાં તે સમયે ત્યાં બાતમી દર્શાવેલ એક યુવક પસાર થતાં પોલીસે તેની પુરછપરછ કરી હતી અને તેણે પોતાનું નામ રાહુલભાઈ નેવજીભાઈ સંગાડા (રહે.ગોદીરોડ, રેલ્વે નવી
ટીકીટ બારીની સામે, દાહોદ) જણાવ્યું હતું. પોલીસે તેની પુછપરછ કરતાં સંતોષકારક જવાબ ન મળતાં પોલીસે તેની અંગઝડતી કરતાં તેની પાસેથી ગેરકાયદે પાસ પરમીટ વગરની બિન અધિકૃત રીતે પોતાના ઉપયોગ માટે કે, કોઈને વેચવા કે, તબદીરલ કરવા પોતે પોતાના અંગ કબજામાં દેશી બનાવટની માઉઝર પીસ્ટલ કિંમત રૂા.૧૫,૦૦૦ની પોલીસને મળી આવી હતી. પોલીસે તેની પાસેથી એક મોબાઈલ ફોન પણ કબજે કરી કુલ રૂા.૧૮,૦૦૦નો મુદ્દામાલ કબજે કરી દાહોદ શહરે પોલીસે ઉપરોક્ત યુવક વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

