દાહોદના વિવિધ શહેર – ગામોમાં રાત્રી સચારબંધી આગામી તા. ૪ જુન સુધી અમલમાં રહેશે
દાહોદ તા.૨૮
કલેક્ટર શ્રી વિજય ખરાડીએ એક જાહેરનામા દ્વારા વિવિધ નગર અને ગામોમાં લાગુ રાત્રી સંચારબંધીને આગામી તા. ૪ જુન સુધી લંબાવવામાં આવી છે અને રાત્રી સંચારબંધીનો સમય પણ રાત્રીના ૯ વાગ્યેથી સવારના ૬ વાગ્યા સુધીનો કરવામાં આવ્યો છે.
જાહેરનામા મુજબ ઝાલોદ તાલુકાના ઝાલોદ શહેર, લીમડી ગામ, દેવગઢ બારીઆ તાલુકાના દેવગઢ બારીઆ નગર, પીપલોદ ગામ, ફતેપુરા તાલુકાના ફતેપુરા ગામ, સુખસર ગામ, ગરબાડા તાલુકાના ગરબાડા ગામ, જેસાવાડા ગામ, લીમખેડા તાલુકાના લીમખેડા ગામ, પાલ્લી ગામ, સંજેલી તાલુકાના સંજેલી ગામ, સીંગવડ તાલુકાના સીંગવડ ગામ, ધાનપુર તાલુકાના ધાનપુર ગામ ખાતે જે રાત્રી કરફ્યુ રાત્રીના ૯ વાગ્યા થી સવારના ૬ વાગ્યા કરવામાં આવ્યો છે અને તેની મુદ્દત પણ લંબાવીને આગામી તા. ૪ જુન સુધી કરવામાં આવી છે.