દાહોદ જિલ્લામાં કોરોના સંક્રમણને રોકવા કલેક્ટર શ્રી વિજય ખરાડીએ વિવિધ નિયંત્રણો આગામી તા. ૪ જુન સુધી લંબાવ્યા

દાહોદ તા.૨૮

દાહોદ જિલ્લામાં કોરોના સંક્રમણને અટકાવવા માટે લાગુ કરવામાં આવેલા નિયંત્રણો આગામી તા. ૪ જુન સુધી લંબાવવામાં આવ્યા છે. કલેક્ટર શ્રી વિજય ખરાડી દ્વારા તા. ૨૮ મે થી લાગુ કરવામાં આવેલા જાહેરનામા મુજબ આ સમયગાળા દરમિયાન શૈક્ષણિક સંસ્થાઓ, કોચિગ સેન્ટરો, સિનેમા, થિયેટરો, ઓડિટોરિયમ, એસેમ્બલી હોલ, વોટર પાર્ક, જાહેર બગીચાઓ, મનોરંજક સ્થળો, સલુન જીમ, સ્પા, સ્વિમિગ પુલ બંઘ રહેશે.
આ ઉપરાંત લગ્ન પ્રસંગમાં મહત્તમ ૫૦ વ્યક્તિની હાજરીની મંજૂરી તેમજ ડિજિટલ ગુજરાત પોર્ટલ પર નોંધણી પણ અનિવાર્યપણે કરવાની રહેશે. અંતિમક્રિયા-દફનવિધિમાં મહત્તમ ૨૦ વ્યક્તિઓની મંજૂરી રહેશે. સરકારી, અર્ધસરકારી, બોર્ડ કોર્પોરેશન, બેન્ક, વગેરે તેમજ તમામ પ્રકારની ખાનગી ઓફિસોમાં કર્મચારીઓની સંખ્યા ૫૦ ટકા સુધી રાખવાની રહેશે. આવશ્યક સેવાઓને આ જોગવાઇ લાગુ નહી પડે.
તમામ પ્રકારના રાજકીય, સામાજિક, ધાર્મિક, સાંસ્કૃતિક, કાર્યક્રમો, મેળાવડાઓ સદંતર બંઘ રહેશે.
પ્રેક્ષકોની ઉપસ્થિતિ વગર સ્પોર્ટસ કોમ્પલેક્ષ-સ્ટેડિયમ, સંકુલમાં રમત ગમત ચાલુ રાખી શકાશે. તમામ ધાર્મિક સ્થાનો જાહેર જનતા માટે બંઘ રહેશે. દૈનિક પૂજાવિધિ સ્થાનિક પૂજારીએ કરવાની રહેશે. પબ્લિક બસ ટ્રાન્સપોર્ટમાં મહત્તમ ૫૦ ટકા પેસેન્જર કેપેસીટીમાં ચાલુ રહેશે.
અન્ય રાજયમાંથી ગુજરાતમાં પ્રવેશતા મુસાફરોએ આરટીપીસીઆર ટેસ્ટ કરાવવાનો રહેશે. તમામ વ્યક્તિઓએ કોરોના સંબધિત માસ્ક, સામાજિક અંતર સહિતના નિયમોનું ચુસ્ત પાલન કરવાનું રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!