બોલો…સુરતમાં રોંગ સાઇડ આવતાં સાયકલ ચાલકને પોલીસે મેમો ફટકાર્યો


(જી.એન.એસ.)સુરત,તા.૨૮
સુરત પોલીસ અવાર-નવાર ચર્ચાનો વિષય બનતી આવી છે. ત્યારે ફરી એકવાર સુરત પોલીસ ચર્ચામાં આવી છે સુરતના સચિન વિસ્તારમાં એક એવી ઘટના બની કે, જાણીને તમને પણ વિશ્વાસ નહિ થાય. સુરત સચિન વિસ્તારમાં સાઈકલ ચાલકને પોલીસ દ્વારા મેમો ફટકારવામાં આવ્યો છે.
આપને જાણવી દઈએ કે, સચિન-હજીરા હાઇવે પર ગભેણી ચાર રસ્તા પાસે રોંગ સાઇડ આવી રહેલા સાઇકલ સવાર શ્રમજીવીને ટ્રાફિક પોલીસે એમવી એક્ટ હેઠળ ફટકારવામાં આવેલો કોર્ટ મેમો સોશિયલ મિડીયામાં વાયરલ થયો હતો. જેને પગલે ટ્રાફિક પોલીસ ટીકાને પાત્ર બની હતી. જાે કે પોલીસ દ્વારા રોંગ સાઇડ આવનાર સાઇકલ સવાર વિરૂધ્ધ દંડ ફટકાવાની જાેગવાઇ હોવાનું જણાવ્યું હતું.
આપેલા મેમોમાં જણાઈ આવે છે જેમાં વાહનનો પ્રકાર સાઈકલ છે અને ગુનાની હકીકત રોંગ સાઈડ ચલાવવા માટેની છે. એટલે કે સાઈકલ ચલાવનાર વ્યક્તિને અટકાવીને તેની પાસે રોંગ સાઈડ સાઈકલ ચલાવવા બદલ મેમો આપવામાં આવ્યો હતો.
સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા રોંગ સાઈડ વાહન ચલાવવા બદલ ૩૦૦૦ રૂપિયા દંડની જાેગવાઈ કરવામાં આવી છે. જાેકે આ કિસ્સામાં સાઈકલ સવાર અને પોલીસ બંનેનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો પણ તેમનો સંપર્ક થયો ન હતો.
જાે કે આ અંગે સુરત શહેર ટ્રાફિક પોલીસના એસીપી એચ.ડી. મેવાડાએ જણાવ્યું હતું કે આજે સવારથી બે અલગ-અલગ ટીમ બનાવી સ્પેશ્યિલ ડ્રાઇવનું આયોજન કર્યુ હતું. જે અંતર્ગત કુલ ૯૦ વ્યક્તિ પાસેથી ટ્રાફિક નિયમના ભંગ બદલ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી. જે પૈકી ૧૦થી વધુ રોંગ સાઇડ આવનાર સાઇકલ સવાર હતા. શ્રમજીવી રાજબહાદુરને જે મેમો આપવામાં આવ્યો હતો. તે અંગે એસીપી મેવાડાએ ભુલ સ્વીકારતા જણાવ્યું હતું કે મેમોમાં એમવીએક્ટ ૧૮૪ લખાયું છે પરંતુ રોંગ સાઇડ આવનાર સાઇકલ સવારને જીપી એક્ટ ૯૯ મુજબ ૧૦૦ રૂપિયાનો દંડ ફટકારવાની સત્તા પોલીસને છે.


બોલો…સુરતમાં રોંગ સાઇડ આવતાં સાયકલ ચાલકને પોલીસે મેમો ફટકાર્યો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: