ધો.૧૨ની બોર્ડ પરીક્ષા રદ્દ કરવા માટેની અરજી પર સુપ્રિમમાં સુનાવણી ટળી


(જી.એન.એસ.)ન્યુ દિલ્હી,તા.૨૮
કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડે ધોરણ ૧૨ની બોર્ડ પરીક્ષા ૨૦૨૧ રદ કરવા માટે આવેલી અરજી પર સુનાવણી ટાળી છે. જે હવે આગામી સોમવારે એટલે કે, ૩૧ તારીખે સુનાવણી કરશે. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એએમ ખાનવિલકરની આગેવાનીવાલી બેંચે કહ્યુ હતું કે, સુનાવણી દરમિયાન આઇસીએસઇ અને સીબીએસઇના રિપ્રેંજેંટેશન હાજર હોવા જાેઈએ.
સુપ્રીમ કોર્ટમાં શુક્રવારે એટલે કે આજે હાલની કોવિડ સ્થિતીને જાેતા ધોરણ ૧૨ બોર્ડની પરીક્ષાઓ રદ કરવાની માગવાળી અરજી પર સુનાવણી થવાની હતી. અરજીની સુનાવણી ન્યાયમૂર્તિ એ.એમ ખાનવિલકર અને ન્યાયમૂર્તિ દિનેશ માહેશ્વરીની અદાલતમાં સીબીએસઈ, સીઆઈએસસીઈ અને સરકારને એક વિશિષ્ઠ સમય મર્યાદાની અંદર ધોરણ ૧૨ના વિદ્યાર્થીઓના પરિણામ જાહેર કરવા માટે ઓબ્જેક્ટિવ મેથડોલોજી તૈયાર કરવાનો નિર્દેશ આપવા ભલામણ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!