દાહોદ જિલ્લાનો જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો નવજીવન આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ સંકુલ ખાતે યોજાયો

દાહોદ
દાહોદ જિલ્લાનો જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો રાજયના ગ્રામ વિકાસ, ગ્રામગૃહ નિર્માણ, પશુપાલન અને ગૈાસંવર્ધન રાજયમંત્રી બચુભાઇ ખાબડના અધ્યક્ષસ્થાને નવજીવન આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ સંકુલ ખાતે યોજાયો હતો.

        દિપ પ્રાગટય સાથે ગરીબ કલ્યાણ મેળાને ખુલ્લો મૂકતાં અને લાભાર્થીઓને સાધન સહાયનું હાથોહાથ વિતરણ કરતાં રાજયના ગ્રામ વિકાસ, ગ્રામ ગુહ નિર્માણ રાજયમંત્રી બચુભાઇ ખાબડે જણાવ્યું હતું કે તત્કાલિન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ સરકારશ્રીની વિવિધ યોજનાઓનો લાભ પ્રત્યક્ષ મળે તે માટે ૨૦૦૯-૧૦થી ગરીબ કલ્યાણ મેળાની શરૂઆત સૌ પ્રથમ વાર ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓમાં કરી હતી. જેના થકી વચેટીયાઓ-દલાલો નાબૂદ થયા છે. લાભાર્થીને સીધો લાભ આવા ગરીબ કલ્યાણ મેળામાં એકી સાથે મળતો થયો. આજે ૧૧ મા તબકકામાં જિલ્લાના ૮૭૫૧ જેટલા લાભાર્થીઓને રૂા. ૪૦૪ લાખની વિવિધ યોજનાઓની સાધન સહાય મળશે. સરકારશ્રી દ્રારા આ સાધન સહાય આપવાનો મૂળભૂત ઉદેશ ગરીબ-આદિવાસી-પછાત વર્ગના લોકોને મદદરૂપ થવા સાથે રોજગાર ધંધો કરી તેઓ આર્થિક રીતે સધ્ધર થાય તે માટેનો છે. સરકારશ્રીનો મંત્ર છે. કોઇ પણ વ્યકિત ગરીબ ન રહે. રોજગારી આપત વિવિધ સાધન-સહાયનો સદુપયોગ કરી વિકાસ યાત્રામાં જોડાવા આ તબકકે રાજયમંત્રી બચુભાઇ ખાબડે લાભાર્થીઓ અને જનમેદનીને આહવાન કર્યું હતું.
        વધુમાં ખાબડે જણાવ્યું હતું કે કેન્દ્ર અને સરકારે મહિલા સશકિત કરણ માટે અનેક વિધ અભિગમો અપનાવ્યા છે. મહિલાઓને પડતી મુશ્કેલીઓને દૂર કરવા ઉજજવલ્લા યોજના હેઠળ મફત ગેસ કનેકશનો સગડી-બાટલા સાથે આપ્યા છે. તેથીએ આગળ વધીને પ્રેશરકૂકરો આપવાનું આયોજન કર્યું છે. આજે ૨૯૯૦૮ ગરીબ મહિલાઓને ઝડપથી રસોઇ બનાવી શકે તે માટે પ્રેસરકૂકરો વિતરણ કર્યા છે. જિલ્લામાં શ્વેતક્રાંતિ આવે તે માટે ૧૨ પશુઓ આપી દૂધ ઉત્પાદન દ્રારા મહિલાઓ આર્થિક રીતે સધ્ધર બને તે માટેનું આયોજન કર્યું છે. આ પશુ યોજના થકી દેવગઢબારીયાના જંબુસર ગામમાં પ્રતિદિન ૧૦૦૦ લીટર દૂધ દૂધ મંડળીમાં ભરાય છે. મફત મહિલા શિક્ષણ, યુવાન-યુવતીઓને વિદેશ અભ્યાસ અર્થે ૧૫ લાખની લોન, વિજળી માટે સ્ક્રાય યોજના સહિત વિવિધ કલ્યાણકારી યોજનાઓ અમલિત કરી છે. જેને જાગૃત થઇ લાભ લેવા રાજય મંત્રીશ્રી ખાબડે અપીલ કરી હતી. દાહોદ જિલ્લાની સમૃધ્ધિ માટે કડાણાસિંચાઇ યોજના અને નર્મદા આધારિત હાંફેશ્વર પાણી પુરવઠા યોજના ખૂબ જ લાભદાયી બની રહેશે. જે ટૂકાગાળામાં પૂર્ણ થનાર છે. તેમ જણાવતા દાહોદ જિલ્લા કર્મયોગી ટીમ દ્રારા વર્ષ દરમિયાન ૪૧૦૭૬ લાભાર્થીઓને રૂા. ૨૮.૮૧ કરોડની સાધન સહાય આપી છેવાડાના ગરીબ-આદિવાસી-દલિત અને પછાત વર્ગના લોકો સંવેદના સાથે ફરજો અદા કરી રહયા છે. તે બદલ પ્રશાસનની કામગીરીને રાજ્ય મંત્રીશ્રી ખાબડે બિરદાવી હતી.
        આ પ્રસંગે સરદાર પટેલ-સહભાગી જળ સંચય યોજના(ગુજરાત પ્રદેશ)ના અધ્યક્ષશ્રી સરદારસિંહ બારૈયાએ જણાવ્યું હતું કે છેવાડાનો ગરીબ વ્યકિત અને શહેરમાં વસતા ગરીબ લોકોનો સમતોલ વિકાસ થાય તે માટે ગ્રામ્ય અને શહેરી વિસ્તારના ગરીબ કલ્યાણ મેળા દર વર્ષે યોજાય છે. તે સાથે ઉંમર ગામથી અંબાજી સુધીના આદિવાસી પટૃીના વનબંધુના સર્વાંગી વિકાસ માટે દેશના તત્કાલિન મુખ્ય મંત્રીશ્રી અને દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ વનબંધુ કલ્યાણ યોજનાનો અમલ કરીને ૧૭૦૦૦ કરોડના માતબર ફંડ સાથે શરૂઆત કરી હતી. અત્યાર સુધી ૮૨ હજાર કરોડનો ખર્ચ કરતાં આજે આ વિસ્તારોનો સર્વાંગી વિકાસ ખૂબ ઝડપભેર થઇ રહયો છે. ગંભીર રોગો માટે ૫ લાખની આયુષ્યમાન ભારત યોજના ગરીબ વ્યકિતઓ માટે આર્શીવાદ રૂપ બની છે. જંગલની ૧૩ લાખ એકર જમીનના ૯૦ હજાર ખેડૂતોને હકકો રાજય સરકારે આપ્યા છે તેમ સંસદીય સચિવશ્રી બારૈયા જણાવ્યું હતું
બીજા બક્ષી પંચના લાભાર્થી ઠાકોર સુનિલ કુમાર રણછોડભાઇ જે રશિયા મેડિકલના અભ્યાસ અર્થે રાજ્ય સરકાર દ્વારા રૂા. ૧૫ લાખની ૪ ટકાની લોન સાથે ચોથા વર્ષર્માં અભ્યાસ કરી રહયા છે. તેમના પિતાશ્રી રણછોડભાઇ ઠાકોરે પ્રતિભાવો આપતાં જણાવ્યું હતું કે દિકરાનું ર્ડાકટર બનવાનું સ્વપ્ન રાજય સરકાર પુરુ કરશે. જે બદલ રાજય સરકારનો ખૂબ ખૂબ આભાર માનતા સરકાર ગરીબો, પછાત લોકો, મધ્યમ વર્ગના લોકોના સર્વાંગી વિકાસ માટે કટિબધ્ધ છે તેમ રણછોડભાઇ સંવેદના સાથે જણાવ્યુ હતુ. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!