દાહોદ જિલ્લા માટે રાહતના સમાચાર :દાહોદ જિલ્લામાં ત્રણ માસ બાદ કોરોનાનો એક પણ કેસ ન નોંધાયો : દાહોદના મુક્તિધામમાં અગ્નિ સંસ્કારની જ્વાળાઓ શાંત પડતા લોકોમાં રાહત
દાહોદ જિલ્લામાં આજે કોરોનાના શુન્ય કેસ નોંધાતાં જિલ્લામાંથી જાણે હવે કોરોના વિદાય લઈ રહી હોય તેમ લાગી રહ્યું છે પરંતુ કોરોના ભલે ઓછો થયો હોય પરંતુ વહીવટી તંત્ર હાલ પણ કોરોના સંક્રમણ મામલે સચેત છે અને તમામ કામગીરી પહેલાની જેમ જ કરી રહી છે બીજી તરફ આજે જાેગાનું જાેગ કોરોનાથી એકપણ દર્દીનું મોત નીપજ્યું ન હતું.
આજે આર.ટી.પી.સી.આર.ના અને રેપીટ ટેસ્ટ મળી આજે કુલ ૨,૩૮૨ ટેસ્ટ કરવામાં આવ્યાં હતાં જેમાંથી આજે એકેય કેસ પોઝીટીવ ન નોંધાતાં ટુંક સમયમાં દાહોદ જિલ્લો કોરોના મુક્ત જિલ્લા થવાના માર્ગે જઈ રહ્યો છે. જિલ્લામાંથી આજે એકેય કેસ સામે આવ્યો નથી. કોરોનાથી આજે મૃત્યુઆંક પણ શુન્ય છે. દાહોદ જિલ્લામાં કોરોનાથી સાજા થતાં દર્દીઓની સંખ્યામાં વધારો જાેવા મળી રહ્યો છે. આજે એકસાથે ૩૧ લોકોએ કોરોનાથી સાજા થતાં તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી બીજી તરફ દાહોદ જિલ્લામાં કોરોનાનો કુલ આંકડો ૭૦૭૭ પાર પહોંચ્યો છે. દાહોદ જિલ્લામાં છેલ્લા કેટલાંક દિવસોથી કોરોનાના કેસોમાં ઘરખમ ઘટાડો જાેવા મળી રહ્યો છે. કોરોનાની બીજી લહેરે સૌ કોઈને પોતાના સકંજામાં લીધાં છે. એપ્રિલ માસના પ્રારંભથી શરૂ થયેલા આ કોરોનાની બીજી લહેરમાં શરૂઆતમાં હાહાકાર મચાવી મુક્યો હતો. દાહોદના સ્મશાનગૃહમાં દિવસના ૨૦ થી ૨૫ થી વધારે મૃતકોને અંતિમ દાહ આપવામાં આવતો હતો ત્યારે છેલ્લા કેટલાક દિવસોથી સ્મશાનગૃહમાં કોરોનાથી મૃત પામેલ વ્યકિતઓના અંતિમ સંસ્કારની સંખ્યામાં પણ ઘટાડો જાેવા છે અને આજે એકપણ કોરોનાથી મૃત પામેલ વ્યક્તિને અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાં હોય તેમ જાેવાયું ન હતું સ્મશાનગૃહમાં અગન જ્વાળાઓ શાંત પડી છે જે એક સારા સમાચાર છે. કોરોઅસંખ્ય લોકો કોરોના સંક્રમણની ઝપેટમાં આવતાં હતાં. લોકો એક દવાખાને થી બીજા દવાખાને એડમીટ થવા દોડતાં હતાં. દાહોદ જિલ્લાની તમામ હોસ્પિટલો હાઉસ ફુલ હતી. બેડની અછત હોવાની પણ ભારે બુમો ઉઠતી હતી. ઓક્સિજન પણ ન મળતો હોવાની સાથે સાથે બુમો ઉઠતી હતી ત્યારે એકાએક કોરોના સંક્રમણના કેસોમાં ઘટાડો નોંધાતાં સાચા અર્થમાં દાહોદ જિલ્લાવાસીઓ કોરોના ગાઈડ લાઈનનું પાલન કરતાં થઈ ગયાં હોય તેમ કહીએ તેમાં કોઈ અતિશ્યોકિત નહીં ગણાય. સાથે સાથે દાહોદ જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય તંત્રની કામગીરી પણ બિરદાવવા લાયક છે.