આજરોજ કલેક્ટર શ્રી ની અધ્યક્ષતામાં દાહોદ શહેરમાં દબાણ,ટ્રાફિકની સમસ્યા દુર કરવા સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરવામાં આવ્યુ
દાહોદ તા.૭
આજરોજ કલેક્ટરની અધ્યક્ષતામાં જિલ્લા પોલીસ વડા,નગરપાલિકા ચીફ ઓફીસર,આર.ટી.ઓ. અને પોલીસજવાનો સાથે રાખી શહેરમાં દબાણ,ટ્રાફિકની સમસ્યા દુર કરવા સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરવામાં આવ્યુ હતુ.શહેરના સ્ટેશન બસ સ્ટેશન ખાતેથી ચાલતા ડ્રાઈવ કરવા નીકળ્યા હતા અને જ્યા જ્યા આડેધડ પા‹કગ,ગંદકી,દબાણ જાવા નજરે પડતા વાહનો ડિટેઈન,દુકાનદારોને નોટીસ સહિતની કાર્યવાહી કરવામાં આવી હતી. આ સરપ્રાઈઝ ચેકીંગથી શહેરના સ્વચ્છતા ન જાણવતા,વાહનો આડેધડ પાર્ક કરી દેતા તેમજ દબાણ કર્તાઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો ત્યારે બીજી તરફ ૨૦૦ થી પણ વધારે નોટીસ સ્વચ્છતા બાબતે તેમજ ૧૦૦થી વધુ નોટીસો દબાણકર્તાઓને ફટકારવામાં આવી હતી.
સ્માર્ટ સીટી તરફ પ્રયાણ કરવા જઈ રહેલા દાહોદ શહેરમાં આજરોજ કલેક્ટરની અધ્યક્ષતામાં શહેરમાં માથાનો દુઃખાવો સમાન ટ્રાફિક,પાકિંગની સમસ્યા તેમજ સ્વચ્છતા બાબતે ગંભીર નોંધ પોલીસ પ્રશાશન,નગરપાલિકા ચીફ ઓફિસ,કર્મચારીઓ,આર.ટી.ઓ.,સીટી સર્વે ઓફિસર,પ્રાંત અધિકારી,મામલતદાર સહિતના કાફલા સાથે શહેરમાં જે.સી.બી.બુલડોઝર,તેમજ વાહન ડીટેઈન કરવાનુ વાહન તેમજ ટ્રેક્ટર સાથે પગપાળા સરપ્રાઈઝ ચેકીંગ માટે નીકળ્યા હતા. સખત ટ્રાફિકથી ધમધમતા રહેતા બસ સ્ટેશનથી ભરપોડા સર્કલ સુધીના માર્ગાે પર ફર્યા હતા અને જ્યા જુઓ ત્યા દુકાનદારો દ્વારા આડેધડ પા‹કગ,હો‹ડગ, ગંદકી તેમજ દુકાનનો માલ સામાન દુકાન બહાર ગોઠવેલો તેમજ હંગામી દબાણો નજરે પડતા કલેક્ટર દ્વારા આ તમામ વેપારી,દુકાનદારો,લારી ગલ્લાવાળાઓને પાલિકાના ચીફ ઓફીસરની હાજરીમાં આદેશ આપતા સ્થળ પર દુકાનદારો વિગેરેને નોટીસ ફટકારાઈ હતી તેમજ કેટલીક જગ્યાએથી મુકેલા બાકડા તેમજ અન્ય દબાણ પણ ડીટેઈન કરી નગરપાલિકા દ્વારા કાર્યવાહી હાથ ધરાતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. બાદમાં શહેરના બસ સ્ટેશન પરિષદની મુલાકાત પણ લેવામાં આવી હતી જ્યા ગોધરા રોડથી બસ સ્ટેશનથી તરફ આવવાનો અન્ય માર્ગનું નીરીક્ષણ કરવામાં આવ્યુ હતુ કલેક્ટર દ્વારા પાલિકાના ચીફ ઓફીસર આ માર્ગની વિસ્તૃત માહિતી કલેક્ટરની પુરી પાડતા આ માર્ગને ખુલ્લો કરવાની નિર્દેશ પણ કરવામાં આવ્યા હતા જેથી આ બસ સ્ટેશન તરફના ટ્રાફિકના ભારણને પણ ઓછો કરી શકાય તેમ છે.
આજે જ્યારે બસ સ્ટેશનથી ભરપોડા સર્કલના માર્ગ ઉપર ડ્રાઈવ કરવામાં આવી હતી અને કલેક્ટર દ્વારા જણાવવામાં આવ્યા અનુસાર, શહેરના પડાવ,નેતાજી બજાર,હનુમાન બજાર,ગોદીરોડ વિગેરે વિસ્તારમાં નગરપાલિકા પોલીસ પ્રશાસનને સાથે રાખી આ ડ્રાઈવ આગામી દિવસોમાં હાથ ધરવામાં આવે તેવી સુચનાઓ પણ નગરપાલિકાને કરવામાં આવી હતી તેમજ શહેરમાં જ્યા પણ લાગતા વળગતાને નોટીસ ફટકારવાની કડક સુચના પણ આપવામાં આવી છે. વધુમાં જા કોઈપણ દુકાનદાર કે વેપારી આ નોટીસની અવગણના કે નોટીસની ગંભીરતાને ધ્યાને નહીં લે તો તેઓની સામે કાયદેસરની જે પણ કાર્યવાહીની જાગવાઈ છે તે કરવામાં આવશે તેમ કલેક્ટરે જણાવ્યુ હતુ.
અત્રે ઉલ્લેખનીય છે કે, શહેરમાં સ્વચ્છતા,ટ્રાફિક,દબાણ વિગેરે જેવી સમસ્યા માટે અને જ્યારે દાહોદ શહેર સ્માર્ટ સીટી તરફ પ્રયાણ કરી રહ્યુ છે ત્યારે નગરજનોમાં પણ આ મામલે જાગૃતતા જરૂરી છે. પોતાના વિસ્તાર,ગલી મહોલ્લો વિગેરે સ્થળો તેમજ વેપાર,ધંધો કરતા વેપારી,દુકાનદારોમાં પણ આ તમામ સમસ્યા સામે જાગૃતતા દેખાડે તે આવશ્યક છે.