સિંગવડના મામલતદાર શ્રી ડી. કે. પટેલ સેવાનિવૃત્ત થતાં વિદાયમાન અપાયું : કલેક્ટર શ્રી વિજય ખરાડી તથા નિવાસી અધિક કલેક્ટરશ્રી મહેશ દવેએ નિવૃત્તિજીવનની શુભકામના પાઠવી
દાહોદ તા.૩૧
દાહોદના સિંગવડ ખાતેથી મામલતદાર તરીકે સેવાનિવૃત્ત થનારા શ્રી ડી. કે. પટેલને કલેક્ટર શ્રી વિજય ખરાડી તથા નિવાસી અધિક કલેક્ટરશ્રી મહેશ દવે દ્વારા વિદાયમાન આપવામાં આવ્યું હતું. નિવૃત્ત થનારા મામલતદારશ્રી પટેલને મહેસુલી તંત્રના આ બન્ને વડાએ શાલ, સ્મૃત્તિચિહ્ન તથા શ્રીફળ આપી વિદાયમાન આપ્યું હતું અને નિવૃત્તિ જીવન આરોગ્યમય રીતે પસાર થાય એવી શુભકામનાઓ પાઠવી હતી.
કલેક્ટરશ્રી ખરાડીએ સિંગવડ મામલતદાર શ્રી ડી. કે. પટેલે કોરોનાકાળ ઉપરાંત તાજેતરના તાઉ-તે વાવાઝોડની પૂર્વ તૈયારી અંગે કરેલી કામગીરીને બિરદાવી હતી.
શ્રી પટેલ મહેસુલી તંત્રમાં ક્લાર્ક તરીકે જોડાયા બાદ લીમખેડામાં પણ સેવા બજાવી હતી. એ બાદ રાજ્ય સરકાર દ્વારા તેમને પદોન્નતિ આપવાની સાથે સાતેક માસ પૂર્વે સિંગવડ ખાતે મામલતદાર તરીકે મૂક્યા હતા. ત્યાં પણ તેમને વિદાયમાન આપવામાં આવ્યું હતું.


