દાહોદના ગોદીરોડ ખાતે ગોડાઉનમાં મુકેલ વિમલ-ગુટખા-તમાકુ સીગારેટના ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો, આરોપીઓને ઝડપી પાડી તેમની પાસેથી મુદ્દામાલ રીકવર કરતી દાહોદ ટાઉન પોલીસ

દાહોદ તા.2

દાહોદમાં ઉકરડી રોડ, મુર્તુજા એપાર્ટમેન્ટ સામે, મહાવીર નગર સોસાયટી, ગોદીરોડ, દાહોદ, ખાતે આવેલ ગોડાઉનમાં તા.૧૭/૦૫/૨૦૨૧ ના બપોરના કલાક.૧૪:૦૦ વાગ્યા થી તા.૧૮/૦૫/૨૦૨૧ ની સવારના કલાક.૧૦:૦૦ વાગ્યાના સમય દરમ્યાન ચોરીનો બનાવ બનેલ હતો જે ચોરીના ગુનાનો ભેદ દાહોદ ટાઉન પોલીસે ગણતરીના દિવસોમાં ઉકેલી લઈ ચોરી કરનાર ઇસમોને ઝડપી પાડી તેમની પાસેથી મુદ્દામાલ પણ રિકવર કર્યો હતો.

મળતી વિગતો અનુસાર, દાહોદના ગોદીરોડ ખાતે આવેલ ગોડાઉનનું લોક તોડી અંદર પ્રવેશ કરી ગોડાઉનમાંથી રૂ.પ/- M.R.P વાળો ૩૦ કાર્ટુન તમાકુના ૦૬ કાર્ટુન સાથે એમ મળી કુલ ૩૬, કાર્ટુન, વિમલના રૂ.૨૦/- M.R.P વાળા ૦૨ કાર્ટુન તમાકુ સાથે ૦૨ કાર્ટુન એમ કુલ ૦૪ કાર્ટુન, બુધાલાલ ૦૫ કાર્ટુન, બાગબાન ૧૩૮ તમાકુ ૦૨ કાર્ટુન, બિસ્ટોલનું ૦૧ કાર્ટુન તથા સુપર સ્ટાર સીગારેટનું ૦૧ કાર્ટુન મળી કુલ ૪૯ કાર્ટુન જેની આશરે કિ.રૂ.૧,૯૦,૦૦૦/- ની ચોરી થઈ હોવાની ફરીયાદ દાહોદ ટાઉન પોલીસ સ્ટેશન દાખલ થયેલ હતો. ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઇ ઉચ્ચસ્તરીય તપાસ તેમજ માર્ગદર્શન દાહોદ શહેર પોલીસને આપવામાં આવ્યું હતું જે સુચના અને માર્ગદર્શન હેઠળ દાહોદ શહેર પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો આ દરમિયાન ગત રોજ પોલીસને બાતમી હકીકત મળેલ કે, દાહોદ ગોદીરોડ મહાવીર નગર સોસાયટી ખાતે વિમલ-તમાકુ-બુધાલાલ, બાગબાન તમાકુ, બિસ્ટોલ તથા સીગારેટ તથા અન્ય મુદ્દામાલની ચોરી કરનાર ઇસમ ગરબાડા તાલુકાના કીરીટભાઇ માનસિગભાઇ રાઠોડ રહે.નવાગામ તા.ગરબાડા તથા નિલેશભાઇ હકરાભાઇ ભુરીયા રહે.ગાંગરડી રોડ પાસે, તા.ગરબાડા જી.દાહોદનાઓ છે અને તેઓએ સદર ચોરીનો મુદ્દામાલ તેમના પોતાના ઘરમાં સંતાડી રાખેલ છે જે બાબતની જાણ દાહોદ શહેર પોલીસને થતા પોલીસે જુદી જુદી ટીમો બનાવી બાતમીવાળા ઇસમો નામે (૧) કીરીટભાઇ માનસિંગભાઇ રાઠોડ રહે.નવાગામ, તા.ગરબાડા તથા (૨) નિલેશભાઇ હકારાભાઇ ભુરીયા, રહે.ગાંગરડી રોડ પાસે, તા.ગરબાડા જી.દાહોદનાઓના ઘરે જઇ ઝડતી તપાસ કરતા આ બંને ઇસમો તેમના પોતાના ઘરે હાજર મળી આવતા તેમને પકડી પાડવામાં આવ્યા હતા. આરોપીઓને વારાફરતી પુછપરછ કરતા દાહોદ ગોદીરોડ, મહાવીર નગર સોસાયટી ખાતેથી વિમલ- તમાકુ-બુધાલાલ, બાગબાન તમાકુ, બિસ્ટોલ તથા સીગારેટ તથા અન્ય મુદામાલની ચોરી કર્યા હોવાની કબુલાત કરેલ અને સદર ગુનો (૧) કીરીટભાઇ માનસિગભાઇ રાઠોડ તથા (ર) નિલેશભાઈ ઉકાભાઇ ભુરીયા તથા (3) અશોકભાઇ ગમરાભાઇ ભુરીયા તથા (૪) રાહુલભાઇ જાલુભાઇ ભુરીયાનાઓએ સાથે મળી ચોરી કર્યા હોવાની કબૂલાત પણ કરી હતી. આ ઈસમો પૈકી આરોપી નં.(૧) કીરીટભાઇ માનસિંગભાઇ રાઠોડનાને સાથે રાખી તેના ઘરની ઝડતી તપાસ કરતા તેના ઘરમાં સંતાડી રાખેલ વિમલ,તમાકુ,બુધાલાલ તથા અન્ય ચોરીનો મુદામાલ મળી આવેલ તેમજ સદર ચોરી કરવા માટે ઉપયોગમાં લીધેલ છોટા હાથી ટેમ્પો મળી આવેલ હતો જે ટેમ્પામાં સંતાડી રાખેલ વિમલ, સીગારેટ, તમાકુ વિગરે ચોરીનો મુદામાલ મળી આવેલ તેમજ વેચેલ મુદ્દામાલના રોકડ રકમ રૂપિયા એક લાખ મળી આવતા જે આરોપીએ મુદામાલ વેચી પોતાની પાસે રૂપિયા મુકી રાખ્યાનું જણાવતા સદર રોકડ રકમ રૂ.૧,00,000/- ગુનાના કામે કબ્જે લીધેલ છે.

ત્યારબાદ આરોપી નં.(૨) નિલેશભાઇ હકરાભાઇ ભુરીયા તથા આરોપી નં.(૩) અશોકભાઇ ગમરાભાઇ ભુરીયા તથા આરોપી નં.(૪) રાહુલભાઇ જાલુભાઈ ભુરીયાનાઓએ ચોરીનો મુદ્દામાલ સંતાડી રાખેલ જેમાં વિમલ, તમાકુ, બીડીના બોક્ષ , સીગારેટ તથા અન્ય ચોરીનો મુદ્દામાલ મળી આવતા આરોપીઓને પકડી ગુનાના કામે અટક કરી ચોરીનો મુદામાલ કબ્જે લીધેલ છે. આમ, દાહોદ ટાઉન પોલીસ સ્ટેશનના વિમલ-ગુટખા- તમાકુના ઘરફોડ ચોરીના અનડીટેકટ ગુનાને ડીટેકટ કરી આરોપી (૧) કીરીટભાઇ માનસિંગભાઇ રાઠોડ રહે.નવાગામ, તા.ગરબાડા તથા (૨) નિલેશભાઈ હકારાભાઇ ભુરીયા રહે.ગાંગરડી રોડ પાસે, તા.ગરબાડા જી.દાહોદ તથા (૩) અશોક ગમરાભાઇ ભુરીયા તથા (૪) રાહુલ જાલુભાઇ ભુરીયાનાઓને પકડી અટક કરી ચોરીનો મદ્દામાલ તથા રોકડ રકમ રૂ.૧,૦૦,૦૦૦/- રીકવર કરવામાં સફળતા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: