દાહોદના મુવાલીયા ગામના તળાવમાંથી ગલાલીયાવાડના એક આશાસ્પદ યુવકની હત્યા કરાયેલ લાશ મળી આવતાં ચકચાર મચી : પોલીસે આરોપીના ધરપકડના ચક્રોગતિમાન કર્યાં

દાહોદ તા.૦૩

દાહોદ તાલુકાના મુવાલીયા ગામે આવેલ તળાવમાં ગતરોજ એક આશાસ્પદ યુવકની લાશ મળી આવતાં તાબડતોઢ પહોચેલા પરિવારજનો, ગ્રામજનો તેમજ પોલીસે આ યુવકની લાશ તળાવમાંથી બહાર કાઢતાં યુવકને કોઈક ઈસમે અંગત અદાવતે કોઈ બોથડ પદાર્થ વડે આંખ અને માથાના ભાગે માર મારી મોતને ઘાટ ઉતાર્યાે હોવાનુ ંસામે આવતાં પોલીસે મૃતકની લાશને પીએમ અર્થે નજીકના દવાખાને ખસેડી આરોપીના ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે.

ગત તા.૦૨ જુનના રોજ દાહોદ તાલુકાના ગલાલીયાવાડ ગામે દેવ ફળિયામા રહેતા શ્યામભાઈ બુધરામભાઈ પારગીની લાશ મુવાલીયા ગામના તળાવના પાણીમાં તરતી જાેવાતાં આસપાસના લોકો દોડી ગયાં હતાં. આ બનાવની જાણ પરિવારજનોને પણ થતાં તેઓ પણ ઘટના સ્થળે દોડી ગયાં હતાં. પોલીસને પણ જાણ કરતાં પોલીસ સહિત ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલંશ સેવા પણ પહોંચી ગઈ હતી અને યુવકની લાશને તળાવના પાણીમાંથી બહાર કાઢવામાં આવી હતી. યુવકને જાેતા તેના આંખના ભાગે અને માથાના ભાગે કોઈ બોથડ પદાર્થ મારી કોઈકે અગમ્યકારણોસર મોતને ઘાટ ઉતાર્યાનું સામે આવ્યું હતું. આ સંબંધે મૃતક શ્યામભાઈના પિતા બુધરામભાઈ પારગીએ દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસનો ધમધમાટ આરંભ કરી આરોપીના ધરપકડના ચક્રોગતિમાન કર્યાં છે. ઘટનાને પગલે પરિવારજનોમાં માતમ છવાઈ ગયો હતો. યુવકને કોઈક સાથે પ્રેમપ્રકરણમાં મોતને ઘાટ ઉતાર્યાે હોવાની પણ ચર્ચાઓ ભારે જાેર પકડ્યું છે ત્યારે મૃતક શ્યામભાઈ પોતાનો એપ્રેન્ડીંસનો અભ્યાસ પુરો કરી નેટવર્કીંગ માર્કેટીંગમાં જાેબ કરતો હતો અને પોતે પરણિત હોવાનું બહાર આવ્યું છે.  હકીકતમાં કયાં કારણોસર આ યુવકની હત્યા કરવામાં આવી હશે? તે હાલ જાણી શકાયું નથી પરંતુ અનેક તર્ક વિતર્કાે સાથે દાહોદ તાલુકા પોલીસ અને એલ.સી.બી. પોલીસ આ ગુન્હાનો ભેદ ઉકેલવા અને આરોપીને પકડી પાડવા ચક્રોગતિમાન કર્યાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: