દાહોદના અમદાવાદ – ઈન્દૌર હાઈવે પર મોડી રાત્રે એક શાકભાજી ભરે ટેમ્પો પલ્ટી ખાધી : સદ્નસીબે કોઈ જાનહાની નહીં
દાહોદ તા.૦૩
દાહોદ શહેરના અમદાવાદ - ઈન્દૌર હાઈવે રોડ પર ગતરોજ મોડી રાત્રીના સમયે એક શાકભાજી ભરેલ ટ્રક અકસ્માતે પલ્ટી ખાઈ જતાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયાં હતાં. સદ્નસીબે આ માર્ગ અકસ્માતમાં કોઈ જાનહાની થવા પામી ન હતી.
ગતરોજ મોડી રાત્રીના સમયે પાદરાથી ઉજ્જૈન જતી સરસામાન ભરે ટ્રકનું અચાનક એક્સલ તુટી જતાં દાહોદના અમદાવાદ - ઈન્દૌર હાઈવે ખાતે આ ટ્રક પલ્ટી ખાઈ ગઈ હતી. શાકભાજી ભરેલ આ ગાડી પલ્ટી ખાતાની સાથી ટ્રકમાં શાકભાજીનો સરસામાન જમીન પર વેરવિખેર થઈ ગયો હતો. ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસ પણ દોડી ગઈ હતી અને થોડા સમય માટે એક તરફનો વાહન વ્યવહાર બંધ કરવાની પણ ફરજ પડી હતી. સદ્નસીબે આ માર્ગ અકસ્માતમાં કોઈ જાનહાની થવા પામી ન હતી.


