દાહોદમાં રવિવારે વાણિજ્ય પ્રવૃત્તિ કરવા ઉપર પ્રતિબંધ ચાલું રહેશે

દાહોદ જિલ્લામાં કોરોના વાયરસના કેસોને નિયંત્રિત કરવાની બાબતને ધ્યાને લઇ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓને બજારોને સેનિટાઇઝ કરવાનો અવકાશ રહે એ માટે કલેક્ટર શ્રી વિજય ખરાડીએ સમગ્ર જિલ્લામાં રવિવારે વાણિજ્યક પ્રવૃત્તિઓ કરવા ઉપર પ્રતિબંધ મૂક્યો છે.

તેમણે જણાવ્યું છે કે, દાહોદમાં કોરોના વાયરસને નિયંત્રિત કરવા માટે જાહેર સેનિટાઇઝેશનની કરવી પણ ખૂબ જ જરૂરી છે. એથી દાહોદ નગર સહિત સમગ્ર જિલ્લામાં રવિવારે વેપારીઓ પોતાની વાણિજ્ય પ્રવૃત્તિ કરી નહીં શકે. એટલે કે, વેપારીઓએ રવિવારે રજા રાખવાની રહેશે. આ બાબતનો અમલ આવતી કાલ તા. ૦૬-૦૬-૨૦૨૧થી કરવાનો રહેશે અને બીજી સૂચના ન મળે ત્યા સુધી આ વ્યવસ્થાને અનુપાલન કરવાનું રહે છે. જો કે, જીવનજરૂરી જેવી કે દવાઓ, દૂધ વેચાણની પ્રવૃત્તિ કરી શકાશે.

બાકીના દિવસોમાં પણ વેપારીઓ પોતાના વેપાર સ્થળોએ સામાજિક અંતરનું પાલન થાય એ સુનિશ્ચિત કરે, દૂકાનો ઉપર સેનટાઈઝરની વ્યવસ્થા અને ગ્રાહકો માસ્ક પહેરીને જ આવે તેનું પાલન થાય એ બાબત વેપારીઓએ જોવાની રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: