લીમખેડા તાલુકાના ઉસરા ગામે પતિ દ્વારા પરણિતાને શારિરીક અને માનસીક ત્રાસ અપાતા પોલીસમાં ફરિયાદ
દાહોદ તા.૦૭
લીમખેડા તાલુકાના ઉસરા ગામે પરણિતાના બહેનના લગ્નમાં ખર્ચ થયેલ નાણાં બાબતે પરણિતાના પતિ દ્વારા પરણિતાને શારિરીક અને માનસીક ત્રાસ આપતાં આ સંબંધે પોલીસમાં ફરિયાદ નોંધાવાં પામી છે.
દેવગઢ બારીઆ તાલુકાના તોયણી ગામે વાવડી ફળિયામાં રહેતી ૨૨ વર્ષીય પાયલેન અક્ષયકુમાર રાઠોડના પતિ અક્ષયકુમાર વિઠ્ઠલભાઈ રાઠોડે ગત તા.૦૧ જુનના રોજ પરણિતાના પિયરમાં જઈ પરણિતા સાથે ઝઘડો તકરાર કર્યાે હતો અને બેફામ ગાળો બોલી કહેલ કે, તારી બહેનના લગ્નમાં થયેલ ખર્ચાના રૂપીયા તારા પિતાએ મને કેમ આપેલ નથી, તેમ કહી પરણિતા પાયલબેનને શારિરીક તેમજ માનસીક ત્રાસ આપી મારી નાંખવાની ધમકી આપતાં આ સંબંધે પાયલબેન દ્વારા પોતાના પતિ અક્ષયકુમાર વિઠ્ઠલભાઈ રાઠોડ વિરૂધ્ધ લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.