પંચમહાલના માજી સંસદ સભ્ય અને રાજ્ય સભ્યના સંસદની દાહોદ ખાતે આવેલ ઓફિસમાં તસ્કરોનો હાથફેરો : રૂા. ૩.૪૧ લાખની મત્તાનો હાથફેરો કરી તસ્કરો ફરાર

દાહોદ તા.૧૦
પંચમહાલના માજી સાંસદ સભ્ય અને રાજ્યસભાના સભ્યની દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના ઉસરવાણ ગામે આવેલ શોપીંગ સેન્ટરની દુકાનમાં અજાણ્યા તસ્કરોએ હાથફેરો કરી ઓફિસનો સરસામાન જેમાં પંખા, ટ્યુબલાઈ, ટેબલ, ખુરસી તમામ પ્રકારનું ફર્નિચર વિગેર મળી કુલ રૂા.૩,૪૧,૫૦૦મી મત્તામો હાથફેરો કરી ચોર ઈસમો નાસી જતાં આ સંબંધે પોલીસમાં ફરિયાદ નોંધાવાં પામી છે.
પંચમહાલ જિલ્લાના ગોધરા નગરમાંરહેતાં ગોપાલસિંહ જી. સોલંકી (માજી સાંસદ સભ્ય અને રાજ્યસભાના સભ્ય) ની દાહોદ તાલુકાના ઉસવાણ ગામે પુષ્પક કોમર્શીયલ શોપીંગ સેન્ટમાં ઓફિસ આવેલી છે. આ ઓફિસમાં ગત તા.૦૭ થી તારીખ ૦૮ જુનના રોજ અજાણ્યા ચોર ઈસમોએ પોતાનો કસબ અજમાવી ઓફિસમાંથી પંખા, ટ્યુબલાઈટ, વાયરીંગનો ખેંચાતાણ કરી, સ્વીચ બોર્ડ, ટેબલ, ખુરશી, સોફાસેટ, ગાદી, તકીયા, ચાદરોની ચોરી તેમજ ડાઈનીંગ ટેબલ તોડી નાંખી વિગેરે અનેક સામાન ચોરી કરી લઈ જઈ અને તોડી નાંખી અંદાજે કુલ રૂા.૩,૪૧,૫૦૦ની મત્તાની કોઈ અજાણ્યા ચોર ઈસમો ચોરી કરી લઈ જતાં આ સંબંધે ગોપાલસિંહ જી. સોલંકતી દ્વારા દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
