દાહોદમાં ફરીવાર કોરોના રસીકરણમાં છબરડા : કોરોનાની રસીકરણનો બીજાે ડોઝ ન લીધો છતાં સક્સેસફુલ મેસેજ આવ્યો

દાહોદ તા.૧૧
દાહોદ જિલ્લામાં ફરીવાર કોરોનાની રસીકરણના રજીસ્ટ્રેશનના નામે છબરડો જાેવા મળ્યો હતો. દાહોદના એક વ્યક્તિએ કોરોનાનો બીજાે ડોઝ ન લીધાં છતાંય મેસેજ આવતાં કુતુહલ સાથે આશ્ચર્ય સર્જાયું હતું.
દાહોદ જિલ્લામાં ભુતકાળમાં અને થોડા દિવસો પહેલાં જ મૃત પામેલ વ્યક્તિઓને કોરોનાની રસી મુકાઈ ગયો હોવાના મેસેજાે સ્વજનોને પહોંચતાં તેઓમાં એકક્ષણે અચંબામાં મુકાયાં હતાં. દાહોદ જિલ્લા આરોગ્ય તંત્રના આવા છબરડાને પગલે હાંસીનું પાત્ર પણ બની રહ્યાં છે ત્યારે ખરેખર કોરોનાની રસીકરણનો ટાર્ગેટ પુરો કરવામાં આવી રહ્યો હોવાનો છડેચોક લોકોમાં ચર્ચાઓ થવા પામી છે ત્યારે આજે ફરી દાહોદ જિલ્લામાં રસીકરણના રજીસ્ટ્રેશન મામલે છબરડો બહાર આવ્યો છે. દાહોદમાં રહેતાં યુનુસઅલી રાનાપુરવાલાએ કોરોનાનો બીજાે ડોઝ ન લીધો છતાં તેના મોબાઈલ ફોન પર બીજાે ડોઝ લઈ લીધાંનો મેસેજ આવ્યો હતો બીજી તરફ દાહોદમાં જ રહેતાં શબીર ઘડરીવાલાના નંબર અન્યોના નામે રજીસ્ટ્રેશન થયા હોવાનું પણ બહાર આવી રહ્યું છે. શું ખરેખર કોરોનાની રસીકરણના અભિયાનમાં દાહોદ જિલ્લા આરોગ્ય તંત્ર ધ્યાન આપતું નથી? જેવા અનેક સવાલો લોક માનસમાં ઉદ્ભવવા પામ્યાં છે.

