દેશમાં સતત ચોથા દિવસે એક લાખથી ઓછા કેસ : ભારતમાં કોરોનાના નવા કેસ એક લાખની અંદરઃ ૩,૪૦૩નાં મોત


(જી.એન.એસ)ન્યુ દિલ્હી,તા.૧૧
ભારતમાં કોરોનાના કેસની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે, નવા કેસનો આંકડો એક લાખની અંદર પહોંચ્યા પછી તેમાં ઘટાડો થઈ રહ્યો છે. ગુરુવારે દેશમાં ૯૧ હજાર નવા કેસ નોંધાયા છે. આ પહેલા બુધવારે ૯૪ હજાર કેસ નોંધાયા હતા.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે દેશમાં ૨૪ કલાકમાં કોરોનાના નવા ૯૧,૭૦૨ કેસ નોંધાયા છે, જ્યારે વધુ ૩,૪૦૩ દર્દીઓના જીવ ગયા છે, નવા કેસમાં મોટો ઘટાડો થઈ ગયો હોવા છતાં હજુ પણ મૃત્યુઆંકમાં જે ગતિથી ઘટાડો નોંધાઈ રહ્યો છે તે ચિંતા જન્માવી રહ્યા છે. બીજી તરફ સાજા થનારા દર્દીઓની સંખ્ય પણ નવા કેસ કરતા મોટી હોવાથી એક્ટિવ કેસમાં મોટો ઘટાડો થઈ રહ્યો છે.
ભારતમાં કોરોનાના કુલ કેસની સંખ્યા વધીને ૨,૯૨,૭૪,૮૨૩ થઈ ગઈ છે. મૃત્યુઆંક ૩.૬૦ લાખને પાર કરીને ૩,૬૩,૦૭૯ પર જતો રહ્યો છે.
પાછલા ૨૪ કલાકમાં ૧,૩૪,૫૮૦ દર્દીઓ કોરોનાને હરાવીને સાજા થયા છે, આ સાથે કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા વધીને ૨,૭૭,૯૦,૦૭૩ પર પહોંચી ગઈ છે. દેશમાં કોરોનાની બીજી લહેર નબળી પડવાની સાથે ૪૦ લાખ પર પહોંચેલા એક્ટિવ કેસની સંખ્યા ઘટીને ૧૧ લાખ પર પહોંચી ગઈ છે. પાછલા ૨૪ કલાકના આંકડા પ્રમાણે દેશમાં ૧૧,૨૧,૬૭૧ એક્ટિવ કેસ છે.
૧૬ જાન્યુઆરીએ દેશમાં કોરોનાની રસીનો આરંભ કરવામાં આવ્યો હતો, જેમાં આજે સવારે જાહેર કરેલા આંકડા પ્રમાણે કુલ ૨૪,૬૦,૮૫,૬૪૯ ડોઝ આપવામાં આવ્યા છે.
ૈંઝ્રસ્ઇ મુજબ દેશમાં કોરોના સામે લડવા માટે કુલ ૩૭,૪૨,૪૨,૩૮૪ લોકોના કોરોના ટેસ્ટ માટે સેમ્પલ લેવામાં આવ્યા છે. જેમાંથી પાછલા ૨૪ કલાકમાં કુલ ૨૦,૪૪,૧૩૧ દર્દીઓના સેમ્પલ લેવામાં આવ્યા છે.
ભારતમાં કોરોના વાયરસના ૨૦ લાખ કેસ ૭ ઓગસ્ટના રોજ થયા હતા, આ પછી ૨૩ ઓગસ્ટે ૩૦ લાખ, ૫ સપ્ટેમ્બરે ૪૦ લાખ, ૧૬ સપ્ટેમ્બરે ૫૦ લાખ પર પહોંચી ગયા હતા. આ પછી ૬૦ લાખ પહોંચતા ૨૮ સપ્ટેમ્બર સુધીનો ટૂંકો સમય લાગ્યો હતો. જે પછી ૧૧ ઓક્ટોબરે ૭૦ લાખ, ૨૯ ઓક્ટોબરે ૮૦ લાખ, ૨૦ નવેમ્બરે ૯૦ લાખ અને ૧૯ ડિસેમ્બરે કોરોનાના કુલ કેસનો આંકડો ૧ કરોડને પાર થઈ ગયો હતો. આ પછી ૧૯ એપ્રિલે ભારતમાં કોરોના કુલ કેસનો આંકડો ૧.૫૦ કરોડને પાર થયો હતો. ૩ એપ્રિલના કેસ સાથે આ આંકડો ૨ કરોડને પાર કરી ગયો છે. ૧૮મેના રોજ જાહેર થયેલા આંકડા પ્રમાણે દેશમાં કોરોનાના કુલ કેસની સંખ્યા ૨.૫ કરોડને પાર થઈ ગઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!