ઝાલોદ તાલુકાના તમામ કચેરીઓમાં ફરજ બજાવતા કોમ્પ્યુટર ઓપરેટર,પટાવાળા,ડ્રાઈવર, સફાઈ કામગારો,પાણીવાળાઓ વિગેરે કર્મચારીઓએ પોતાનો પગાર વધારા માટે પ્રાન્ત કચેરી ખાતે આવેદન પત્ર આપયુ
દાહોદ, તા.૮
ઝાલોદ તાલુકાના આઉટસોર્સ મારફતે તમામ કચેરીઓમાં ફરજ બજાવતા કોમ્પ્યુટર ઓપરેટર,પટાવાળા,ડ્રાઈવર, સફાઈ કામગારો,પાણીવાળાઓ વિગેરે કર્મચારીઓએ પોતાનો પગાર વધારા માટે પ્રાન્ત કચેરી ખાતે અધિકારીને આવેદન પત્ર આપી રજુઆત કરી હતી.
આવેદન પત્રમાં જણાવ્યા અનુસાર,કોમ્પ્યુટર (ડેટા એન્ટ્રી) ઓપરેટરો, પટાવાળા, ડ્રાયવર, સફાઈ કામદાર તથા પાણીવાળા જિલ્લાની તમામ કલેક્ટર કચેરીઓના તાબા હેઠળ આવતી તમામ પ્રાંત કચેરીઓ તથા મામલતદાર કચેરીઓમાં કોન્ટ્રાક્ટ મારફત ફરજ બજાવીએ છીએ, સદર ફરજ દરમ્યાન અમો કામયી કર્મચારીઓની જેમ જ નીષ્ઠા, ખંત પ્રમાણિકતા અને જવાબદારી પુર્વક ફરજ બજાવતા હોવા છતા સરકાર દ્વારા/એજન્સી દ્વારા અમોને બીલકુલ નજીવા માસીક, માનદ વેતન દરે ફરજા આપવી પડે છે. જે ફરજા/કામગીરી અમોએ આવા કઠીન અને મોંઘવારીના સમયે પણ સરકારના માન ખાતર તેમજ કચેરીના વહીવટમાં અગવડતા ઉભી ન થાય તે માટે કરતા આવેલ છે.
સરકારી કચેરીમાં ચાલતા તમામ પ્રકારના કામો જેવા ચુંટણી(ગ્રામ પંચાયત, જિલ્લા પંચાયત, વિધાનસભા, લોકસભા, નગરપાલિકા) ગરીબ કલ્યાણ મેળા, સેવાસેતુ, પ્રગતિસેતુ, આર્થિક સહાય, જનસેવા, એટીવીટી, મહેસુલ, ઈ-ધરા, ૭/૧ર તથા ૮/અ, નં.૬, વીએફ-૬, વર્ષ દરમ્યાન અવાર નવાર આવતી મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમો તથા ઝુંબેશોમાં રાતદિવસ જાગી ડેટા એન્ટ્રીની કામગીરી તેમજ ચુંટણી કાર્ડ, રેશન કાર્ડ, તાલુકા/જિલ્લા સ્વાગત, લોક દરબાર, ચિંતન શિબિર, યોગ દિવસ, ચલો તાલુકે, હાલમાં ચાલતા સરકારના સેવાસેતુ જેવા કાર્યક્રમો વગેરેમાં કામ સમય સંજાગ જાયા વિના કામગીરી કરતા આવીએ છીએ.
૧) ગુજરાત સરકારના અન્ન અને નાગરિક પુરવઠા અને ગ્રા.બા.નો વિભાગના ઠરાવ ક્રમાંક મકમ/૧૦ર૦૦૯/૮૦૪૬પ૦/અ તા.૩.૪.ર૦૧૪થી આઉટ સોર્સથી ડેટા એન્ટ્રી ઓપરેટરોને રૂપિયા ૪પ૦૦ વેતન આપવામાં આવતુ હતુ.
હાલના મોંઘવારીના સમયમાં અમો તમામ વર્ગ-૩ તથા વર્ગ-૪ના કર્મચારીઓમાં જીવન નિર્વાહ માટે એક ભયજનક ચિંતાનું મોજું ફરી વળેલ છે. કેમ કેમ સામાજીક ધાર્મિક, શિક્ષણ આરોગ્ય, ખેતીવાડી, જેવા કામો અંગે મોંઘવારી સામે ટકવા માટે ફક્ત સરકારી કચેરીમાં હાજરી જ નહી, મંજુરી જ નહી પણ પૈસા પણ હોવા મહત્વના છે, અમારા સમાજના પ્રસંગો બાળકોના શિક્ષણ તેમજ ખેતીના કામ સંભાળવા માટે મહિનાના રૂપિયા ૭૮૦૦ તેમાંથી મળવા પાત્ર થતી રકમ રૂ.પરર૩ પુરતા નથી, આ વસ્તુ સરકાર તથા દુનિયા પણ જાણે છે.