આ હુમલા પાછળ લશ્કર – એ – તૈયબાનો હાથ હોઇ શકે : આઇજી વિજય કુમાર : જમ્મુ – કાશ્મીરમાં આતંકી હુમલો : ૨ પોલીસકર્મી શહીદ, ૨ નાગરિકના મોત
(જી.એન.એસ.)સોપોર,તા.૧૨
જમ્મુ કાશ્મીરના સોપોર વિસ્તારમાં એક આતંકી હુમલાની ઘટના સામે આવી છે. આ હુમલો આરામપોરા નાકા પર થયો છે. કહેવામાં આવી રહ્યુ છે કે આતંકવાદીઓએ પોલીસ અને સીઆરપીએફની જાેઇન્ટ ટીમને નિશાન બનાવીને તાબડતોડ ફાયરિંગ કરી હતી. આ હુમલામાં બે જવાન શહીદ થયા હતા. બીજી તરફ બે સામાન્ય નાગરિકોના પણ જીવ ગયા છે. બે જવાનોને ગંભીર સ્થિતિમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
ઉત્તરી કાશ્મીરના સોપોર જિલ્લામાં આરામપોરા વિસ્તાર છે. અહી પર પોલીસ અને સીઆરપીએફની ટીમ નાકા પર તૈનાત હતી. અચાનક કેટલાક આતંકવાદી ત્યા પહોચ્યા હતા અને સુરક્ષાદળો પર તાબડતોડ ફાયરિંગ કરી હતી. કાશ્મીર પોલીસ આઇજી વિજય કુમારે જણાવ્યુ કે આ હુમલામાં બે પોલીસ કર્મી શહીદ થઇ ગયા છે. અન્ય પોલીસ કર્મીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
આઇજી વિજય કુમારે જણાવ્યુ કે આતંકી હુમલામાં બે સ્થાનિક લોકોને પણ ગોળી લાગી હતી જેમણે હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા પરંતુ ડૉક્ટરોએ તેમણે મૃત જાહેર કર્યા હતા. આઇજીએ જણાવ્યુ કે હુમલા પાછળ લશ્કર-એ-તૈયબાનો હાથ હોઇ શકે છે.
કહેવામાં આવી રહ્યુ છે કે હુમલાખોર આતંકવાદીઓને પકડવા માટે સુરક્ષાદળોએ ચારે તરફથી વિસ્તારને ઘેરી લીધો છે. તપાસ અભિયાન ચલાવવામાં આવી રહ્યુ છે. કહેવામાં આવી રહ્યુ છે કે સતત સુરક્ષાદળો પર કરવામાં આવેલો આ બીજાે આતંકી હુમલો છે.
શુક્રવારે જમ્મુ કાશ્મીરના શોપિયા જિલ્લામાં સુરક્ષાદળોની એક ચેક પોસ્ટ પર આતંકીઓએ હુમલો કર્યો હતો. અગલર વિસ્તારમાં કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ અને પોલીસનો એક નાકો બનાવવામાં આવ્યો હતો, જેની પર બપોરના સમયે હુમલો થયો હતો. અજાણ્યા હુમલાખોરોએ અહી ભારે ગોળીબાર કર્યો હતો જે બાદ સુરક્ષાદળોએ જવાબી કાર્યવાહી કરી હતી. જવાનોની કાર્યવાહી બાદ હુમલાખોર ઘટનાસ્થળેથી ભાગી ગયા હતા.