કેજરીવાલનું મિશન – ૨૦૨૨ ગુજરાત : તમામ બેઠકો પર આપ ચૂંટણી લડશે : ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ત્રિ – પાંખીયો જંગ નક્કી : ગુજરાતની જનતા પરેશાન,ખેડૂતો આત્મહત્યા કરે છે, વેપારીઓ ડરેલા છે, ગુજરાત કોંગ્રેસ તો ભાજપના ખિસ્સામાં છે, જરૂર પડે ત્યારે માલ સપ્લાય કરે છે : કેજરીવાલ : પત્રકાર ઇસુદાન ગઢવી વિધિવત્ રીતે આમ આદમી પાર્ટીમાં જાેડાયા
(જી.એન.એસ)અમદાવાદ,તા.૧૪
દિલ્હીના રાજકારણ થોડા વર્ષો પહેલાં પોતાનું કદ વધારનાર આમ આદમી પાર્ટી હવે ગુજરાતમાં પોતાની ઉપસ્થિતિ નોંધાવા માંગે છે. પહેલાં પણ પ્રયત્ન કર્યો હતો પરંતુ સફળતા હાથ લાગી ન હતી. હવે ફરી ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે આમ આદમી પાર્ટી પોતાની કિસ્મત અજમાવવા માટે તૈયાર છે. ત્યારે આજે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે આવ્યા છે. અરવિંદ કેજરીવાલના આગમન વખતે આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા અને પ્રભારી ગુલાબ યાદવ એરપોર્ટ પર પહોંચ્યા હતા.
તો આ તરફ જાણીતા પત્રકાર ઇસુદાન ગઢવી અરવિંદ કેજરીવાલને મળવા પહોંચ્યા હતા. ત્યારબાદ તેમની સાથે મિટિંગ મિટીંગનો દૌર ચાલ્યો હતો. ત્યારબાદ ગોપાલ ઇટાલિયાએ ઇશુદાન ગઢવીના આપમાં જાેડાવવાની સત્તાવાર જાહેરાત કરી હતી. ગોપાલ ઇટાલિયાએ કહ્યું હતું કે ઇસુદાન ગઢવીના જાેડાવવાથી પાર્ટી મજબૂત બનશે. અરવિંદ કેજરીવાલે ખેસ પહેરાવીને ઇસુદાન ગઢવીને આપમાં પ્રવેશ કરાવ્યો હતો.
પત્રકારત્વની એક લક્ષણ રેખા હોય છેઃ ઇસુદાન ગઢવી
ગુજરાતની મુલાકાતે આવેલા અરવિંદ કેજરીવાલે પત્રકાર પરિષદ સંબોધતાં કહ્યું હતું કે ગુજરાતના લોકોએ આઝાદીની લડાઇમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે અને અનેક નેતાઓ પણ આપ્યા છે. દેશ આઝાદ થયો ત્યારે અનેક પ્રાંતમાં વહેંચાયેલો હતો પરંતુ સરદાર પટેલે તેને અખંડ કર્યો હતો. જ્યારે કોઇની કારકિર્દી પૂર્ણ થાય ત્યારે તે રાજકારણમાં જાેડાઇ તે સ્વાભાવિક છે પરંતુ જાેઇ કોઇ પોતાની મધ્યાહને તપતી કારકિર્દી છોડીને રાજકારણમાં જાેડાઇ તો સમજજાે કે તે પ્રજા માટે જાેડાઇ છે.
અરવિંદ કેજરીવાલે વધુમાં કહ્યું હતું કે આમ આદમી પાર્ટી રાજ્યની તમામ ૧૮૨ સીટો પર ઉમેદવાર ઉભા રાખશે. ગુજરાતના લોકો પાસે પહેલાં વિકલ્પ ન હતો પરંતુ હવે ગુજરાતના લોકોને એક સક્ષમ વિકલ્પ મળશે. આમ આદમી પાર્ટી શિક્ષણ અને આરોગ્ય મુદ્દે ચૂંટણીના મેદાનમાં ઉતરશે. તેમણે કહ્યું કે દિલ્હી મોડલ ગુજરાત મોડલ ન હોઇ શકે, કારણ કે દરેક રાજ્યની અલગ-અલગ સમસ્યા હોય છે.
તેમણે ભાજપ અને કોંગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યું કે, કોંગ્રેસ ભાજપનાં ખિસ્સામાં છે. જ્યારે ભાજપને જરૂર પડી ત્યારે કોંગ્રેસે માલ સપ્લાય કર્યો છે.
તેમણે કહ્યું કે, ગુજરાતના ખેડૂતો આત્મહત્યા કરે છે, સરકારી સ્કૂલોની હાલત ખરાબ છે. અહીં ખેડૂતો અને વિદ્યાર્થીઓ પરેશાન છે. વેપારીઓ ભયમાં છે. ગુજરાતને કોરોના કાળમાં અનાથ છોડી દેવામાં આવ્યું હતું. ગુજરાતમાં યુવા બેરોજગાર, સારું શિક્ષણ નથી તેમજ સરકારી હોસ્પિટલ, સ્કૂલો ખરાબ છે. ગુજરાતનું મોડલ ગુજરાતમાં જ રહેશે. ગુજરાતના લોકો પોતાનું મોડલ ખુદ તૈયાર કરશે.કેજરીવાલનું મિશન-૨૦૨૨ ગુજરાતઃ તમામ બેઠકો પર આપ ચૂંટણી લડશે : ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ત્રિ – પાંખીયો જંગ નક્કી : ગુજરાતની જનતા પરેશાન,ખેડૂતો આત્મહત્યા કરે છે, વેપારીઓ ડરેલા છે, ગુજરાત કોંગ્રેસ તો ભાજપના ખિસ્સામાં છે, જરૂર પડે ત્યારે માલ સપ્લાય કરે છેઃ કેજરીવાલ : પત્રકાર ઇસુદાન ગઢવી વિધિવત્ રીતે આમ આદમી પાર્ટીમાં જાેડાયા