મોટરસાઈકલ પર ભર બપોરે દાહોદના ઉસરવાણ ગામે ફરવા આવેલ વિદ્યાર્થી તથા વિદ્યાર્થીની લુંટાયાં રૂા.૧૨,૮૦૦ની મત્તાની લુંટ

દાહોદ તા.૧૫
દાહોદ તાલુકાના ઉસરવાણ ગામે આવેલ પર્યટન સ્થળ એવા હેલીપેડ ખાતે મોટરસાયકલ લઈ આવેલા ત્રણ અજાણ્યા ઈસમોએ ધોળા દિવસે આ સ્થળે ફરવા આવેલ એક વિદ્યાર્થી અને એક વિદ્યાર્થીની એમ બંન્ને જણાને બાનમાં લઇ મોબાઇલ ફોન તેમજ રોકડા રૂપિયા મળી કુલ રૂપિયા ૧૨,૮૦૦/- ની સનસનાટી લૂંટ ચલાવી નાસી જતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
લીમખેડા તાલુકાના લુખાવાડા ગામે હોળી ફળિયામાં રહેતા અને કોલેજમાં અભ્યાસ કરતાં ૨૨ વર્ષીય વિશાલભાઈ રાજેશભાઈ પટેલ અને તેની સાથે કોલેજમાં અભ્યાસ કરતી ભુગેડી ગામની દિવ્યાબેન બંને જણા ગત તારીખ ૧૪મી જૂનના રોજ દાહોદ તાલુકાના ઉસારવણ ગામે આવેલ પર્યટક સ્થળ એવા હેલીપેડ ખાતે બપોરના એક વાગ્યાના આસપાસ ફરવા આવ્યાં હતાં. આ દરમિયાન એક મોટરસાયકલ પર સવાર થઈ આવેલા ત્રણ જેટલા અજાણ્યા ઈસમોએ વિશાલભાઈ તથા દિવ્યાબેન પાસેથી મોબાઈલ ફોન નંગ – ૨ તેમજ રોકડા રૂ ૭૦૦૦ તથા ૫૦૦ તેમજ બે મોબાઇલ ફોનની કિંમત મળી કુલ રૂપિયા ૧૨,૮૦૦/- ની માતાની સનસનાટી ભરી ધોળે દિવસે લૂંટ કરી નાસી જતા આ સંબંધે વિશાલભાઈ રાજેશભાઈ પટેલ દ્વારા દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: