ગોધરા રોડ પર થયેલા મર્ડર ના આરોપી ના જામીન નામંજૂર
દાહોદ તા.15
દાહોદ શહેર ગોધરા રોડ પર ૪૮ વર્ષીય મહિલા તથા તેની દત્તક લીધેલ ત્રણ વર્ષીય બાળકીનું મર્ડર કરી મહિલાની લાશ પોતાના મકાનની પાણીની ટાંકીમાં નાંખી સીમેન્ટ પાથરી તેમજ બાળકીની લાશ પોતાના મકાનની પાણીની ટાંકીમાં નાંખી સીમેન્ટ પાથરી તેમજ પાથરી તેમજ બાળકીની લાશ લીમખેડા હડફનદીમાં ફેંકી દઇ હીચકાટ કૃત્ય કરનાર દંપતીને આ કૃત્ય કરવામાં મદદગારી કરનાર તેમના ૨૨ વર્ષીય પુત્રની જામીન અરજી દાહોદની સેસન્સ કોર્ટ તમામ પાસાઓ, ગુનાની ગંભીરતા અને તેની સમાજ પર થનાર અસરો વગેરે પાસાઓને ધ્યાને લઇ ન્યાયના અને સમાજના હિતમાં નામંજુર કર્યાનુ જાણવા મળ્યું છે.
સદરકેસની ટુંકમાં વિગત જાતાં નાણાંની લેવડ દેવડના મામલે રોડ પર રહેતા નંદાબેન સિસોદીયા ઉ.વ.૪૮ અને તેમની દત્તક રાખેલ છોકરી શિયોના ઉર્ફે એંજલ ઉ.વ ૩ નું ગોદરા રોડ, ઉમેટવાલાની ચાલમાં રહેતા દિલીપભાઇ સંગાડા તથા તેની પત્ની તથા પુત્ર રોહીતે ભેગાં મલી હત્યા કરી નંદાબેનની લાશને પોતાના ઘરમાં આવેલ પાણીની ટાંકીમાં નાંખી સિમેન્ટનું ચણતર કરી તેમજ દત્તક પુત્રી શિયોના ઉર્ફે એંજલની લાશ લીમખેડા હડફ નદીમાં પુલ નીચે ફેંકી દઇ પુરાવાનો નાશ કર્યો હતો.
આ સંબંધે ટાઉન પોલીસ ઇપીકો કલમ ૩૦૨, ૧૧૪, ૧૨૦(બી) ૨૦૧ મુજબનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી સદર ગુનામાં શકના આધારે પોલીસે દીલીપભાઇ સંગાડા તથા તેની પત્નીની ધરપકડ કરી હતી અને પુછપરછ કરતાં ગુનાનો ભેદ ઉકેલવા પાડયો હતો અને પુછપરછ બાદ જવાબના આધારે પોલીસે નંદાબેનની લાશ હાડપીંજર હાલતમાં મળી આવી હતી જયારે તે પહેલાં શિયોના ઉર્ફે એંજલની લાશ પોલીસને લીમખેડા હડફ નદીના પુલ નીચેથી મળી આવી હતી. બંને લાશ મળ્યા બાદ પોલીસે હત્યા સંદર્ભે પુછપરછ કરતાં પુછપરછમાં ચોંકાવનારો ઘટસ્ફોટક થયો હતો. દીલીપભાઇ સંગાડા એ તથા તેની પત્નીએ આ ડબલ મર્ડર કર્યા તે વખતે સ્થળ પર તેનો ૨૨ વર્ષીય પુત્ર રોહીત દીલીપભાઇ સંગાડા હાજર હતો. તેમજ નંદાબેનની હત્યા કરતી વખતે રોહીતે નંદાબેનના પગ પકડી રાખી હત્યામાં મદદગારી કરી હતી તેમજ દત્તક દીકરી શિયોના ઉર્ફે એંજલની લાશને લીમખેડા લઇ જવામાં પણ મદદગારી કરી હોવાનું બહાર આવતાં પોલીસે ત્રણેની ધરપકડ કરી હતી એને ત્રણે હાલ જેલમાં છે.
આરોપી રોહીત દીલીપભાઇ સંગાડાએ પોતાના વકીલ એ.આર.ચૌહાણ મારફતે જામીન અરજી દાહોદની સેંસન્સ કોર્ટમાં દાખલ કરી હતી જેમાં વિઝન ન્યાયાધિશ ડી.ટી. સોનીએ બંને પક્ષના વકીલોની દલીલો સાંભળી સરકારી વકીલ પીજે જૈનની દલીલોને ગ્રાહય રાખી તમામ પાસાઓ, ગુનાની ગંભીરતા અને તેની સમાજ પર થનાર અસરો વગેરે પાસાઓને ધ્યાને લઇ ન્યાય અને સમાનમા હિતમાં આરોપી દાહોદના રોહીત દીલીપભાઇ સંગાડાની જામીન અરજી નામંજુર કરી ફગાવી દેવામાં દેતાં કોર્ટે સંકુલમાં સન્નાટો છવાઇ જવા પામ્યો હતો.

