પેટ્રોલ, ડીઝલ સહિત ચીજવસ્તુઓના વધતાં ભાવ અને મોંધવારી મુદ્દે વિરોધ પ્રદર્શન : દાહોદ મહિલા કોંગ્રેસ દ્વારા મોંઘવારી મુદ્દે વિરોધ પ્રદર્શન કરી પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું

દાહોદ તા.૧૭

દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘરખમ વધારો નોંધાઈ રહ્યો છે ત્યારે આજરોજ દાહોદ મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા  પેટ્રોલ, ડીઝલ સહિત મોંઘવારીના વિરોધમાં દાહોદ શહેરના બાબા સાહેબ આંબેડકર ચોક ખાતે વિરોધ પ્રદર્શન કાર્યક્રમ યોજ્યો હતો જ્યાંથી દાહોદના પ્રાંત અધિકારીને આ વિરોધ સંદર્ભે આવેદનપત્ર પણ સુપ્રત કરવામાં આવ્યું હતું.

સમગ્ર દેશમાં હાલ અસહ્ય મોંઘવારીએ માઝા મુકી છે. પેટ્રોલ, ડીઝલ, ખાદ્ય તેલ, રાંધણ ગેસ, ખાતર, જીવન જરૂરી તમામ ચીજ વસ્તુઓના ભાવ હાલ આસમાને છે. એક તરફ કોરોના મહામારી ત્યારે બીજી તરફ વધતી મોંઘવારીને કારણે લોકો ત્રાહિમામ્‌ પોકારી ઉઠ્યાં છે. દેશભરમાં હાલ વિરોધ પક્ષ દ્વારા આ મામલે ભારે વિરોધ પણ નોંધાવી રહ્યાં છે ત્યારે દાહોદ શહેરમાં આ મુદ્દે પણ વિરોધ વંટોળ થવા માંડ્યો છે. દાહોદ મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ દાહોદ શહેરના બાબા સાહેબ આંબેડકર ચોક ખાતે મહિલાઓ ભેગી થઈ હતી જ્યાં સરકાર વિરોધી ભારે સુત્રોચ્ચાર પણ કર્યાં હતાં જ્યાંથી મહિલાઓ દાહોદ પ્રાંત અધિકારી કચેરીએ પહોંચી હતી અને ત્યાં પ્રાંત અધિકારીને આ મુદ્દે આવેદનપત્ર પણ આપ્યું હતું.  આવેદનપત્રમાં જણાવ્યાં અનુસાર, દેશમાં રાજ્ય અને કેન્દ્ર સરકારના અડધડ વહીવટ અને સંકલનના અભાવ અને ખોટી નીતી રીતઓને કારણે પેટ્રોલ, ડીઝવ, ખાતર, ખાદ્ય તેલ ગેસની બોટલ, જીવન જરૂરીયાતની વસ્તુઓનો અસહ્ય ભાવ વદારો થઈ રહ્યો છે. કોરોનાની મહામારીની વચ્ચે પણ આ ભાવ વધારો ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોની કમર તોડી નાંખેલ છે. કોરોનાની બીજી લહેરમાં લોકો આર્થિક સંકળામણ પણ અનુભવી રહ્યાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: