અમીનભાઈ દાદુભાઈ એન્ડ સન્સ પેટ્રોલ પંપ પર પોલીસ ડમી ગ્રાહક બની પહોંચી હતી : પેટ્રોલ પંપ પર પુરવામાં આવેલ પેટ્રોલ પુરેપુરૂં હોવાનું તપાસમાં બહાર આવ્યું
દાહોદ તા.૧૭
ગતરોજ દાહોદ શહેરના નેહરૂબાગ સામે આવેલ એક પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ ઓછુ અપાતું હોવાની એલ.સી.બી.ને મળેલ ફરિયાદને પગલે એલ.સી.બી. સ્ટાફ સહિત મામલતદાર સ્ટાફ પેટ્રોલ પંપ મુકામે ડમી ગ્રાહક બની પહોંચી ગઈ હતી અને ગાડીમાં ૧૮ લીટર પેટ્રોલ નંખાવી સરકારી પ્રમાણીત તોલમાપ કરતાં જ્યાં તપાસમાં નિયત પ્રમાણે પેટ્રોલ બરાબર હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું.
દાહોદ શહેરના સ્ટેશન રોડ ખાતે નહેરૂબાગની સામે આવેલ અમીનભાઈ દાદુભાઈ એન્ડ સન્સ નામક પેટ્રોલ પંપ પર ગતરોજ દાહોદ એલ.સી.બી. પોલીસ અને મામલતદારની ટીમ ધામા નાંખ્યા હતાં. ડમી ગ્રાહક બની પોલીસે પોતાની મોટરસાઈકલમાં ૧૮ લીટર પેટ્રોલ નંખાવ્યું હતું ત્યાર બાદ પોલીસે પોતાની ઓળખ આપી અને સ્થળ પર મામલતદારની ટીમ પણ પહોંચી જઈ પેટ્રોલ પુરેપુરી છે કે, નહીં તે માટે સરકારી તોલમાપ વિભાગના અધિકારીઓને વેરીફેકેશન કરતાં પેટ્રોલ પુરેપુરૂં બહાર હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું.