દાહોદ શહેરમાંથી ચોરીની બે મોપેટ ટુ વ્હીલર સાથે કાયદાના સંઘર્ષમાં આવેલ બે બાળ કિશોરોની અટકાયત
દાહોદ તા.૧૯
દાહોદ એસ.ઓ.જી. પોલીસે દાહોદ શહેરમાંથી ચોરીની બે મોપેડ મોટરસાઈકલો સાથે કાયદાના સંઘર્ષમાં આવેલ બે બાળ કિશોરને ઝડપી પાડ્યાં હોવાનું જાણવા મળી રહ્યું છે.
દાહોદ એલ.ઓ.જી. પોલીસને મળેલ બાતમીના આધારે ગતરોજ દાહોદ શહેરના આ.ટી.આઈ. વિસ્તાર ખાતે વાહન ચેકીંગ કરતાં હતાં આ દરમ્યાન ત્યાંથી મોપેડ ટુ વ્હીલર વાહન પર સવાર થઈ રહેલાં બે બાળ કિશોરો પોલીસને નજરે પડ્યાં હતાં. પોલીસે તેઓની પાસે જઈ તેઓની પુછપરછ કરતાં પોલીસને સંતોષકારક જવાબ મળ્યો ન હતો જેને પગલે પોલીસે કડકાઈથી પુછપરછ કરતાં બંન્ને બાળ કિશોરો ઢીલા પડ્યાં હતાં અને આ મોપેડ ચોરીની હોવાનું સામે આવ્યું હતું. પોલીસે બે મોપેડ ટુ વ્હીલર સાથે કાયદાના સંઘર્ષમાં આવેલ બંન્ને બાળ કિશોરોની અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.