એઇમ્સના ડિરેક્ટર રણદીપ ગુલેરિયાનું મોટું નિવેદન : દેશમાં છથી આઠ અઠવાડિયામાં કોરોનાની ત્રીજી લહેરની સંભાવના : બેદરકારી ન દાખવો, સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક ફરજિયાત પહેરો, કોરોના વેક્સિનથી ત્રીજી લહેર પર કાબૂ મેળવી શકાય છે

(જી.એન.એસ.)ન્યુ દિલ્હી,તા.૧૯
જૂન મહિનામાં ભારતને કોરોનાની બીજી લહેરથી થોડી રાહત મળી છે પરંતુ તેમાંથી હજી સંપૂર્ણ રીતે છુટકારો મળ્યો નથી. અને હવે આ દરમિયાન ભારતમાં ટૂંક સમયમાં જ ત્રીજી લહેર આવવાની શક્યતાઓ રજૂ કરવામાં આવી રહી છે. છૈંૈંસ્જીના ડિરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયાએ આ વિશે નિવેદન આપતા કહ્યું છે કે, આગામી ૬થી ૮ સપ્તાહમાં એટલે કે ૨ મહિનાની અંદર ભારતમાં કોવિડ-૧૯ની ત્રીજી લહેર આવી શકે છે.
ડૉ. ગુલેરિયાએ આ વિશે એક મીડિયા ચેનલ સાથે વાત કરતાં કહ્યું છે કે, આપણે હવે અનલોક શરૂ કરતાં ફરી જાેવા મળી રહ્યું છે કે લોકો કોરોનાના નિયમોનું યોગ્ય રીતે પાલન કરતાં નથી. એવુ લાગે છે કે, આપણે પહેલી અને બીજી લહેર દરમિયાન જે પણ થયું તેમાંથી કશુ જ શીખ્યા નથી. ફરીથી ભીડ ભેગી થવા લાગી છે. જે રીતે લોકો ટોળામાં એક બીજાને મળી રહ્યા છે તે જાેતા લાગે છે કે, આગામી ૬થી ૮ મહિનામાં જ કોરોનાની ત્રીજી લહેર ભારતમાં આવી જશે. જાેકે હજી પણ કોવિડના નિયમોનું સરખી રીતે પાલન કરવામાં આવે અથવા ભીડ ભેગી થતાં રોકવામાં આવે તો આપણે આ મહામારીને થોડી પાછી ઠેલી શકીએ છીએ.
નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે મહારાષ્ટમાં અંદાજ કરતાં વહેલી ત્રીજી લહેર આવી શકે છે. આ વિશેની માહિતી મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે દ્વારા બનાવવામાં આવેલી એક્સપર્ટ કમિટી દ્વારા આપવામાં આવી છે. એક્સપટ્‌ર્સના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં ઘણાં વિસ્તારોમાં ઢીલ આપ્યા પછી ઘણી જગ્યાએ ભીડ જાેવા મળી. રિપોટ્‌ર્સ પ્રમાણે, નિષ્ણાતોએ ચેતવણી આપી હતી કે, ત્રીજી લહેરની પીકમાં રાજ્યના આઠ લાખ એક્ટિવ કેસ આવી શકે છે.
રોયટર્સના એક સર્વેમાં કહેવામાં આવ્યું છે કે, દેશમાં ત્રીજી લહેર ઓક્ટોબરમાં આવી શકે છે. આ સર્વેમાં સમગ્ર દુનિયામાંથી ૪૦ એક્સપર્ટ, ડોક્ટર્સ, વૈજ્ઞાનિકો, વાયરોલોજિસ્ટ, અપેડેમિયોલોજિસ્ટ અને પ્રોફેસર પાસેથી માહિતી લેવામાં આવી છે. સ્ટડીમાં કહેવામાં આવ્યું છે કે, અત્યાર સુધીમાં વધુથી વધુ લોકો વેક્સિન લગાવીને લહેરને નિયંત્રણમાં લઈ શકાઈ. તે ઉપરાંત આ સર્વેમાં કહેવામાં આવ્યું છે કે, ત્રીજી લહેરમાં કેસ ઓછા આવે તેવી શક્યતા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!