અપહરણના ગુન્હામાં નાસતો ફરતો આરોપીને ધાનપુર પોલીસે ઝડપી પાડ્યો
દાહોદ તા.20
ધાનપુર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં અપહરણના ગુનામાં છેલ્લા ત્રણ વર્ષથી નાસતો ફરતો એક આરોપીને તેના ઘરેથી ધાનપુર પોલીસે ઝડપી પાડયાનું જાણવા મળે છે.
ગતરોજ ધાનપુર પોલીસને મળેલ બાતમીના આધારે ધાનપુર પોલીસ સ્ટેશનના ચોપડે નોંધાયેલ અપહરણના ગુનાનો આરોપી રાજુભાઈ ઉર્ફે રયજીભાઈ નવલસિંહ ઉર્ફે નવલાભાઇ બારીઆ (રહે.વાંદર, તા.ધાનપુર, જિ.દાહોદ) જે છેલ્લા ત્રણ વર્ષથી નાસતો ફરતો હતો અને પોલીસની પકડથી દૂર હતો જે પોતાના ઘરે હોવાની પોલીસને બાતમી મળી હતી. બાતમી મળતાની સાથે જ પોલીસ તરત જ તેના ઘરે પહોંચી હતી અને જ્યાંથી ઉપરોક્ત આરોપીને ઝડપી પાડી ધાનપુર પોલીસ મથકે લઇ આવી હતી જ્યાં પોલીસે કાયદેસરની કાર્યવાહી ધરી છે.