સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ મથક હદ વિસ્તારમાં સાડા સત્તર લાખની ઘરફોડી ચોરીના બે નાસતા ફરતાં આરોપીને દાહોદ જિલ્લાની ધાનપુર પોલીસે ઝડપી પાડ્યાં
દાહોદ તા.20
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં સાડા સત્તર લાખની ઘરફોડ ચોરીના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા બે આરોપીઓને દાહોદ જિલ્લાની ધાનપુર પોલીસે બંને આરોપીઓને આંબાકાચ ગામેથી ઝડપી પાડી જેલ ભેગા કર્યાનું જાણવા મળે છે.
દાહોદ જિલ્લામાં વિવિધ ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓ ઝબ્બે કરવાની પોલીસ દ્વારા હાલ કામગીરી ચાલી રહી છે ત્યારે આ કામગીરીમાં ધાનપુર પોલીસ પણ સક્રિય બની છે ત્યારે ગતરોજ ધાનપુર પોલીસને મળેલ બાતમીના આધારે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં થયેલ સાડા 17લાખની ઘરફોડ ચોરીના આરોપીઓ ચંદુભાઈ રાળુંભાઈ ભુરીયા તથા ભાણુંભાઈ મનુભાઈ ભુરીયા (બંને રહે.નવાનગર, પાણીવડીયા ફળિયું, તા.ધાનપુર જિ દાહોદ) નાઓ આંબાકાચ ગામે હોવાની ધાનપુર પોલીસને બાતમી મળતા પોલીસ કાફલો આંબાકાચ ગામે જવા રવાના થઇ ગયો હતો અને ત્યાં વોચ ગોઠવી ઉભા હતાં તે સમયે ઉપરોક્ત બંને આરોપીઓ પોલીસને જોવાતાની સાથે જ પોલીસે બંનેને દબોચી લીધા હતા. ધાનપુર પોલીસે ઉપરોક્ત બંને આરોપીઓને ઝડપી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.